Sat,16 November 2024,9:02 pm
Print
header

ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં આવી શકે છે ઓમિક્રોનની લહેર- Gujarat Post

(file photo)

મુંબઈઃ કોરોનાનો ઓમિક્રોન વેરિયંટ હવે ડરાવવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં ઓમિક્રોનના 12 નવા કેસ નોંધાવાની સાથે કુલ સખ્યા 73 પર પહોંચી છે. જેમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં 32 કેસ છે. ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં ઓમિક્રોનની લહેર આવવાની આશંકા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યાં છે. મુંબઈમાં 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગના એસીએસ ડો.પ્રદીપ વ્યાસે જણાવ્યું કે રાજ્યમાં જાન્યુઆરીમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધી શકે છે. મહારાષ્ટ્રમાં આગામી મહિને ઓમિક્રોનની લહેર આવી શકે છે. નવા વર્ષ અને ક્રિસમસને જોતા મુંબઈમાં 16 થી 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઉપરાંત ઘણા પ્રતિબંધો પણ લગાવાયા છે. કોઈ પણ કાર્યક્રમમાં ક્ષમતાના 50 ટકા લોકોને જ આવવાની મંજૂરી આપવામાં આવી છે. મોટા કાર્યક્રમો અને મેળાવડા નહીં યોજવા સૂચના અપાઈ છે.

કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની તંગીના કારણે અનેક દર્દીના મોત થયા હતા. આવી સ્થિતિ ફરી ન ઉદભવે તે માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને ઓક્સિજન પ્લાન્ટની મોક ડ્રિલ કરવાની સલાહ આપી છે.દરમિયાન દેશમાં સતત ત્રીજા દિવસે કોવિડ-19 કેસમાં વધારો થયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ, દેશમાં 24 કલાકમાં 7974 નવા કેસ નોંધાયા છે, 343 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 7948 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 87,562 પર પહોંચી છે. કુલ 3 કરોડ 41 લાખ 54 હજાર 879 લોકો કોરોનામાંથી સાજા થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4 લાખ 76 હજાર 478 પર પહોંચ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch