Sat,16 November 2024,6:20 pm
Print
header

અમદાવાદ ફરી બનશે કોરોના હોટ સ્પોટ ? જોઈ લો અઠવાડિયાનો આંકડો- Gujarat Post

ગુજરાતમાં 28 દિવસમાં 2482 કેસ નોંધાયા

રાજ્યમાં ડિસેમ્બરમાં 28 લોકોના કોરોનાથી મોત

અમદાવાદમાં કોવિડ-19 દૈનિક કેસમાં 82 ટકાનો ઉછાળો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસે (Gujarat Corona virus) માથું ઉંચકતાં દિવસેને દિવસે ચિંતાજનક સ્થિતિ સર્જાઇ છે. ગુજરાતમાં ડિસેમ્બર મહિનાના 28 દિવસમાં કોરોનાના કુલ કેસનો આંક 2482 થયો છે, જ્યારે કોરોનાથી 23 વ્યક્તિના મૃત્યું થયા છે. ખાસ કરીને અમદાવાદ ફરી એક વખત કોરોનાનું હોટ સ્પોટ (corona hotspot) બનવા જઈ રહ્યું હોય તેમ લાગે છે.

અમદાવાદમાં સોમવારે કોવિડ-19ના 98 કેસ નોંધાયા હતા, મંગળવારે 178 કેસ નોંધાયા છે, આમ એક જ દિવસમાં અમદાવાદમાં કોવિડ-19 કેસમાં 82 ટકા ઉછાળો આવ્યો છે. જે 208 દિવસમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે. શહેરમાં 22 ડિસેમ્બરે 25, 23 ડિસેમ્બરે 43, 24 ડિસેમ્બરે 32, 25 ડિસેમ્બરે 61, 26 ડિસેમ્બરે 52, 27 ડિસેમ્બરે 98 અને 28 ડિસેમ્બરે 178 કેસ નોંધાયા છે.

શહેરમાં કોરોનાના નવા કેસ પૈકી સૌથી વધુ કેસ પશ્ચિમમાં આવેલા પાલડી, નવરંગપુરા  નારણપુરા,આંબાવાડી તથા ઉત્તર-પશ્ચિમ ઝોનના બોડકદેવ, વસ્ત્રાપુર, ઘાટલોડીયા, ગોતા તેમજ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર વોર્ડમાં નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના આઠ દર્દી સારવાર હેઠળ છે. કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર કરવામાં આવેલી ખાનગી હોસ્પિટલોમાં 14 દર્દી સારવાર લઈ રહ્યાં છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરના 80 અર્બન હેલ્થ સેન્ટર ઉપરાંત 32 જેટલા સ્થળે કોરોના ટેસ્ટીંગ શરૂ કરવામાં આવેલા છે. આ તમામ સ્થળોએ શહેરના વિવિધ વિસ્તારમાંથી લોકો ટેસ્ટ કરાવવા ઉમટી પડે છે. મ્યુનિ.એ ટેસ્ટની સંખ્યા વધારતા કોરોના સંક્રમિતની સંખ્યા પણ વધી હોવાનું જાણવા મળ્યું છે.આ સિવાય શહેરીજનો ખાનગી લેબોરેટરીમાં પણ કોરોના ટેસ્ટ કરાવી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch