Sat,21 September 2024,8:35 am
Print
header

અમદાવાદમાં ક્યારે અટકશે અકસ્માત, પાલડીમાં બાઇક અને કુરિયર કંપનીની ટ્રક વચ્ચે અકસ્માત

અમદાવાદઃ શહેરમાં અકસ્માતની વણઝાર ચાલુ છે. આજે શહેરના પાલડી ચાર રસ્તા નજીક બાઈક અને કુરિયર કંપનીના ટ્રક વચ્ચે અક્સ્માત સર્જાયો હતો.આ અક્સ્માતમાં બાઈક ચાલકનો એક પગ કપાઈ ગયો હતો. 108 મારફતે ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

એક દિવસ પહેલા મણિનગરમાં નશામાં ધૂત નબીરાએ ફિલ્મી સ્ટાઇલે કાર બેફામ હંકારી હતી અને સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઇ ગઇ હતી, જો કે સદનસીબે કોઇ જાન હાનિ થઇ ન હતી. પોલીસે ચાલક સહિત તેના પીધેલા મિત્રો સામે કેસ કરીને તેમની ધરપકડ કરી હતી.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મિત્રની નોકરીની ખુશીમાં દારુની મહેફીલ માણીને જમવા જતા સમયે અકસ્માત થયો હતો.

મણિનગર વલ્લભવાડી રોડ પર રમુજલાલ હોલ પાસે વળાંકમાં સામેથી વાહનની લાઇટથી અંજાઇ જતા કાર થડ સાથે અથડાતા કાર પલટી ખાઇ ગઇ હતી, આ બનાવને પગલે સ્થળ પર લોકોના ટોળાં ઉમટી પડયાં હતા, કારમાં બેઠેલા ચારેય મિત્રો નશામાં હોવાનું સામે આવ્યું છે, પોલીસે તપાસ કરતાં કારમાં ત્રણ બિયરની બોટલો મળી આવી હતી, જેથી મણિનગર પોલીસે કારમાં સવાર ત્રણ સામે પ્રોહિબિશનનો કેસ કરીને ચારેયની ધરપકડ કરી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch