Sat,16 November 2024,5:22 am
Print
header

ખેડામાં પડ્યો વધુ એક અવકાશી ગોળો, લોકોમાં કૂતુહલ- Gujarat Post

(ભૂમેલ ગામમાં પડ્યો ગોળો)

  • આણંદના ત્રણ ગામોમાં સેટેલાઇટના કોઇ ભાગમાંથી આ વસ્તુ પડ્યાનું અનુમાન
  • આકાશમાંથી પડેલી વસ્તુથી નથી થયું કોઈ નુકસાન
  • ચરોતરમાં છેલ્લા બે દિવસથી આ પ્રકારની ઘટના બનતા લોકોમાં કુતૂહલ 

ખેડાઃ ચકલાસી નજીક ભૂમેલ ગામમાં અવકાશી ગોળો પડવાની ઘટના સામે આવી છે. અવકાશી ગોળો અવાજ સાથે પડ્યો હતો. જેથી લોકોમાં ભયનો માહોલ છે. આ સમગ્ર મામલે FSLની ટીમને જાણ કરવામાં આવી છે. ચકલાસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અવકાશી પદાર્થ હકીકતમાં શું છે એ વિશે તપાસ ચાલુ છે. ધાતુના ગોળા જેવા આ પદાર્થની PRL અને ઈસરોમાં ચકાસણી કરવામાં આવશે.

પોલીસે સ્થળ તપાસ કરીને અવકાશી પદાર્થનો કબ્જો મેળવ્યો છે. ગોળાને ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યો છે. જે અંગેની એફએસએલને જાણ કરવામાં આવી છે. આણંદના ત્રણ ગામોમાં સેટેલાઇટના કોઇ ભાગમાંથી આવી ગોળ આકારની ધાતુની વસ્તુ પડી છે. આ ત્રણેય ગામ એકબીજાથી 10થી 15 કિ.મી દૂર આવેલા હોવાની માહિતી છે. આકાશમાંથી આ વસ્તુ પડવાને કારણે લોકોમાં ભયનો માહોલ છે. આ ગોળાનું વજન 5 કિલોની આસપાસનું છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch