Mon,18 November 2024,3:49 am
Print
header

Corona Vaccine Update: ભારતમાં આવશે કોરોનાની વધુ એક રસી, લોકોને મળશે રાહત !

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ફરી વળી છે. જેને કારણે કેસોમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરનાને નાથવા રસીકરણ શરૂ થઈ ગયું હોવા છતાં જે રીતે કેસ વધી રહ્યા છે તે ચિંતાની વાત છે. આ દરમિયાન દેશવાસીઓ માટે સારા સમાચાર આવી રહ્યાં છે. રશિયાની કોરોના વાયરસ રસી સ્પૂતનીક-5ને આગામી થોડા સપ્તાહમાં ભારતીય ડ્રેગ રેગ્યુલેટર્સની મંજૂરી મળવાની ફાર્મા ક્ષેત્રની કંપની ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝને આશા છે. કંપનીના એક અધિકારીએ આ માહિતી આપી હતી.

કંપનીના સીઈઓ, એપીઆઈ અને સર્વિસેઝ, દીપક સાપરાએ કહ્યું, રશિયાની કોરોના વેક્સિન સ્પૂતનિક-5ને આગામી થોડા સપ્તાહોમાં ભારતીય ડ્રગ રેગ્યુલેટર્સની મંજૂરી મળી જશે તેવી આશા છે. તેમણે સ્પૂતનિક-5 વેક્સિન ભારતમાં લાવવા ડૉ. રેડ્ડીઝે 'રશિયા ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ' સાથે કરાર કર્યો હોવાની માહિતી આપી હતી. દીપક સાપરાના કહેવા પ્રમાણે આગામી થોડા સપ્તાહમાં મંજૂરી મળી જશે  આ વેક્સિનના બે ડોઝ લેવાના રહેશે. પહેલો ડોઝ લીધાના 21મા દિવસે બીજો ડોઝ લેવાનો રહેશે. વેક્સિન લીધાના 28મા અને 42મા દિવસની વચ્ચે રોગપ્રતિકારક ક્ષમતા વિકસીત થઈ જશે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch