Fri,15 November 2024,3:11 pm
Print
header

પોલીસ એલર્ટ, કેશોદમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો વધુ એક શખ્સ ઝડપાયો

કેશોદમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં શખ્સને પોલીસે ઝડપી લીધો

જૂનાગઢઃ ઉતરાયણનો તહેવાર આવે એટલે પતંગ રસિયાઓ પતંગ અને દોરી લેવા માટે પડાપડી કરતા હોય છે. જેનો લાભ લઇને પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચનારાઓ સક્રિય થઇ જાય છે.આવા ગુનેગારોને પકડવા માટે પોલીસ પણ એક્શન મોડમાં આવી છે.

જૂનાગઢના કેશોદમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં એક શખ્સને પોલીસે ઝડપી પાડીને તેની પાસેથી રૂ. 17,400 નો  મુદ્દામાલ જપ્ત કર્યો છે. આગામી પતંગ મહોત્સવ દરમિયાન ચાઈનીઝ દોરીનું વેચાણ ન થાય તે માટે ઠેર ઠેર પોલીસ દ્વારા તપાસ કરીને કાર્યવાહી કરાઇ રહી છે.

મકરસંક્રાતિના તહેવારમાં ચાઇનીઝ દોરીથી અનેક લોકોના ગળા કપાયા છે, મોતના કિસ્સા પણ છે, પક્ષીઓએ પણ જીવ ગુમાવવો પડે છે. જેથી હવે પોલીસ એલર્ટ છે, જેના ભાગરૂપે કેશોદના રણછોડ નગરમાં રહેતાં સુમિત જેરામભાઈ રામાણીને  ત્યાં રેડ કરી હતી. તેની પાસેથી 58 નંગ રીલ અને અન્ય માલ જપ્ત કરાયો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch