Sat,16 November 2024,6:19 pm
Print
header

ગુજરાતમાં પેપર લીકની મોસમ, ધોરણ- 10 સામાજિક વિજ્ઞાનનું પેપર લીક ! Gujarat Post

(સોશિયલ મીડિયા પર ફરતા થયેલા પેપરનો સ્ક્રીનશોટ)

ગુજરાતમાં હેડ ક્લાર્ક બાદ વધુ એક પેપર લીક

ધોરણ- 10 સામાજિક વિજ્ઞાનનું પેપર લીક થયાની ચર્ચા

સૌથી પહેલા અમરેલીના વિદ્યાર્થીને મળ્યું પેપર

અમદાવાદ:ગુજરાતમાં પેપર લીકની (Paper Leak) મોસમ ચાલતી હોય તેમ વધુ એક પેપર લીકનો કેસ સામે આવ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની કલાર્કનું પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ પરીક્ષા રદ્દ કરવામાં આવી હોવાની ઘટના તાજી છે ત્યાં જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ગાંધીનગર દ્વારા લેવાતી પરીક્ષાનું પેપર ફૂટયાના સમાચાર મળી રહ્યાં છે. એકમ કસોટી બેનું ધો.10નું સામાજિક વિજ્ઞાનનું 25 માર્કસનું તથા ધોરણ 12નું મનો વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સોશિયલ મીડિયામાં ફરતું થવાનું સામે આવ્યું છે.

પરીક્ષાના આગલા દિવસથી પેપર સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral) થઇ રહ્યુ હતુ. અનુમાન પ્રમાણે અનેક વિદ્યાર્થીઓ પાસે આ પરીક્ષાનું પ્રશ્નપત્ર પહોંચ્યું છે. સામાન્ય રીતે બોર્ડ દ્વારા પ્રિન્સિપાલને પ્રશ્નપત્ર મોકલવામાં આવે છે. ત્યારે આ અંગે તપાસમાં જ સામે આવશે કે આ પેપર લીક કઇ રીતે થયું ? જો કે, આ મામલે શિક્ષણ વિભાગ જ તપાસ કરીને જવાબ આપી શકે છે કે, આ પ્રશ્નપત્રો આજની પરીક્ષાના જ છે કે ખોટા મેસેજ સાથે ચર્ચાસ્પદ બન્યાં છે.

આ પરીક્ષા સરકારી શાળામા પ્રિન્સિપાલની જવાબદારી હેઠળ લેવાતી હોય છે. એકમ કસોટીના ઉતર સહિતના પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચિંતાનો વિષય બન્યો છે. 10 માં ધોરણનું જવાબો સાથેનું પ્રશ્નપત્ર સૌથી પહેલા અમરેલી વિદ્યાર્થીઓને મળ્યું હતુ.ત્યાર બાદ આ પેપર અન્ય જગ્યાએ ફરતું થયું હોવાનું જાણવા મળ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch