Sat,16 November 2024,1:58 pm
Print
header

રાજ્યમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં આ તારીખ સુધી ઓનલાઇન શિક્ષણ અપાશે- Gujarat post

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ ઘટી રહ્યું છે. પરંતુ સંક્રમણને કારણે છેલ્લા ઘણા સમયથી ઓફલાઇન સ્કૂલો બંધ રાખવામાં આવી છે રાજ્યની શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, જેમાં ગુજરાત સરકારે આજે મોટી જાહેરાત કરતા કહ્યું રાજ્યમાં ધોરણ 1થી 9 ના વર્ગોમાં હજુ આગામી 5 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન શિક્ષણ જ અપાશે. હાલની કોરોનાની સ્થિતિને ધ્યાનેમાં લઇને વિદ્યાર્થીઓના આરોગ્યના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યની શાળાઓમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં આગામી તા. 5 ફેબ્રુઆરી 2022 સુધી, વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફલાઈન એજ્યુકેશન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.  મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કોરોના સંક્રમણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કોર કમિટીના આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું કે, આગામી તારીખ 5 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં ધોરણ 1 થી 9ના વર્ગોમાં માત્ર ઓનલાઇન શિક્ષણ જ ચાલુ રહેશે.

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે રાજ્ય સરકારે અગાઉ ગત તા. 7મી જાન્યુઆરીએ નિર્ણય કર્યો હતો કે તા. 31 જાન્યુઆરી સુધી ધોરણ 1 થી 9 ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવામાં આવશે.આ નિર્ણયની મર્યાદા આજે પૂર્ણ થતા કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કર્યાં બાદ ઓફલાઈન-વર્ગખંડ શિક્ષણ હજી વધુ સમય એટલે કે, તારીખ 5 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, રાજ્ય સરકાર હવે તારીખ 5 ફેબ્રુઆરીએ સ્થિતિની પુનઃ સમીક્ષા કરીને શાળાઓમાં વર્ગખંડ શિક્ષણ અંગે યોગ્ય નિર્ણય કરશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch