Sun,17 November 2024,7:30 am
Print
header

અમદાવાદમાં છેલ્લા 8 દિવસથી રોજના 1 લાખથી વધુ લોકોને અપાઈ રહ્યો છે કોરોના રસીનો ડોઝ

અમદાવાદઃ સરકારના અંતિમ આંકડાઓ મુજબ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,599 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે અને રિકવરી રેટ 98.76 ટકાએ પહોંચ્યો છે. બીજી તરફ રસીકરણ તેજ બનાવાઇ રહ્યું છે. અમદાવાદમાં ગત 24 કલાકમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી.એક સમયે કોરોનાનું હબ બનેલા અમદાવાદમાં કોરોનાના કેસ ઘટ્યા છે સામે રસીકરણમાં વધારો કરાયો છે. છેલ્લા 8 દિવસથી શહેરમાં રોજના સરેરાશ 1 લાખથી વધારે લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યાં છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જણાવ્યાં મુજબ, 17 સપ્ટેમ્બરથી લઈ છેલ્લા આઠ દિવસમાં 8.22 લાખ રસીના ડોઝ આપવામાં આવ્યાં છે. દરરોજ એક લાખથી વધુ લોકોને રસી અપાઈ છે. આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યાં મુજબ આ ડ્રાઈવ અંતર્ગત પ્રથમ દિવસે જ 1.50 લાખ ડોઝ આપવામાં આવ્યાં હતા. જે અત્યાર સુધીમાં શહેરમાં એક દિવસમાં અપાયેલા સૌથી વધારે ડોઝ છે. અધિકારીના કહેવા મુજબ ડ્રાઇવની શરૂઆતમાં બીજો ડોઝ લેનારા લોકોની સંખ્યા વધારે હતી, પરંતુ ધીમે ધીમે પ્રથમ ડોઝ લેનારા લોકોની સંખ્યા વધી રહી છે. એએમસી દ્વારા બીઆરટીએસ અને એએમટીએસ સ્ટોપ પર 40 વેક્સિનેશન બૂથ ઉભા કરવામાં આવ્યાં છે. પાંચ એએમટીએસ બસને મોબાઇલ વેક્સિનેશન સેન્ટર તરીકે કાર્યરત કરવામાં આવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch