Sat,16 November 2024,10:01 am
Print
header

ઉડતા ગુજરાતઃ 2 વર્ષમાં રૂ. 606.41 કરોડથી વધુની કિંમતનો વિદેશી-દેશી દારૂ, બિયર પકડાયા- Gujarat Post

(પ્રતીકાત્મક તસવીર)

કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નમાં સામે આવી વિગતો

બે વર્ષમાં રાજ્યમાં 1 કરોડ 6 લાખ 32 હજાર 904 વિદેશી દારૂની બોટલ પકડાઈ

અમદાવાદમાં 31 કરોડ 56 લાખથી વધુનો મુદ્દામાલ પકડાયો

ગાંધીનગરઃ હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે.જેમાં કોંગ્રેસના ધારાસભ્યએ રાજ્યમાં પકડાયેલા વિદેશી દારૂ અને અન્ય નશીલા દ્વવ્યો અંગે માહિતી માંગી હતી. સામે આવેલી વિગતો મુજબ રાજ્યમાં બે વર્ષમાં 606 કરોડ 41 લાખ 84 હજાર 847 રૂપિયાની કિંમતના વિદેશી-દેશી દારૂ, બિયર અને અન્ય નશીલા દ્રવ્યો પકડાયા છે. આ ગુનાઓમાં સંડોવાયેલા 4,046 આરોપીઓ ફરાર છે.

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 215 કરોડ 62 લાખ 52 હજાર 275 રૂપિયાની કિંમતની 1 કરોડ 6 લાખ 32 હજાર 904 વિદેશી દારૂની બોટલ, 4 કરોડ 33 લાખ 78 હજાર 162 રૂપિયાની કિંમતનો 19 લાખ 34 હજાર 342 લિટર દેશી દારૂ, 16 કરોડ 20 લાખ 5 હજાર 848 રૂપિયાની કિંમતની 12 લાખ 20 હજાર 258 બિયરની બોટલ અને 370 કરોડ 25 લાખ 48 હજાર 562 રૂપિયાની કિંમતના અફીણ, ચરસ, ગાંજો સહિત અન્ય ડ્રગ્સ ઝડપાયું છે.

અમદાવાદમાં પ્રોહિબીશનના ગુનામાં 158 આરોપીની ધરપકડ કરવાની બાકી છે. અહીં બે વર્ષમાં વિદેશી દારૂની 6,53,837 બોટલ પકડાઈ છે, જેની કિંમત 27,56,22,374 રૂપિયા છે. 46,57,022 રૂપિયાની કિંમતનો 2,32,854 લિટર દેશી દારૂ અને 77,03,926 રૂપિયાની કિંમતની 72,943 બિયરની બોટલો ઝડપાઈ છે. 2,76,32,248 રૂપિયાની કિંમતના અફીણ, ચરસ, ગાંજો, અન્ય ડ્રગ્સ પકડાયા છે. દેશી-વિદેશી દારૂ, બિયર, અફીણ, ચરસ, ગાંજો, હેરોઈન, અન્ય ડ્રગ્સ મળી 31,56,15,570 રૂપિયાનો મુદ્દામાલ પકડાયો છે. આ આંકડાઓ પરથી એ નક્કિ છે કે રાજ્યમાં દારૂ અને ડ્રગ્સનો જથ્થો સતત આવી રહ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch