અમદાવાદઃ મેગા સિટી અમદાવાદમાં વાહનોની સંખ્યા વધવાની સાથે દિન પ્રતિદિન અકસ્માતની સંખ્યા પણ વધી છે. ઘણા લોકો ઓવરસ્પીડમાં વાહન ચલાવતા હોય છે તેને કારણે જીવલેણ અકસ્માત સર્જાતા રહે છે. આજથી અમદાવાદમાં એસજી હાઇવે પર પકવાન ક્રોસ રોડ પર જો તમે ઓવર સ્પીડમાં ગાડી ચલાવશો તો ટ્રાફિક પોલીસની સ્પીડ ગન ફોટો પાડી લેશે ટ્રાફિક પોલીસ ટુ વ્હીલ સહિત ઓવર સ્પીડમાં ફોર વ્હીલ ચલાવતા ચાલકોને પણ દંડશે.
એસજી હાઇવે પર સર્જાતા અકસ્માતમાં ઓવર સ્પીડ મુખ્ય કારણ હોય છે. સ્પીડ લીમીટ બોર્ડ એસડી હાઇવે પર મુકવામાં આવશે અને ડ્રાઇવરોએ તેનું પાલન પણ કરવું પડશે. એસજી હાઇવે બાદ અન્ય જગ્યાએ પણ ઈન્ટરસેપ્ટર વ્હીકલ તૈનાત કરાશે. જેનો હેતુ લોકો વાહન ચલાવતી વખતે સાવધાન બને અને અકસ્માત ઘટે તેવો છે.
પહેલાની સરખામણીમાં વાહન માર્ગોની સ્થિતિમાં સુધારો થયો હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ વાહન અકસ્માતોમાં દર વર્ષે અનેક લોકો જીવ ગુમાવે છે,નવાઇની વાત તો એ છે કે દેશમાં રસ્તા પર પગપાળા પસાર થતા 72000 લોકોના છેલ્લા ૩ વર્ષમાં મોત થયા છે. તેનો મતલબ કે રોજ સરેરાશ 66 રાહદારીઓ રસ્તાઓ ક્રોસ કરવામાં મોતને ભેટે છે. શહેરોના અંદરના વિસ્તારો અને રાજમાર્ગો પર વાહનોની વધતી જતી સંખ્યાના પરીણામે વડિલો, મહિલાઓ અને બાળકો માટે રસ્તો પાર કરવો મુશ્કેલ બની ગયો છે. શિયાળુ સત્ર દરમિયાન રાજયસભામાં આંકડા રજૂ કરવામાં આવ્યા છે તે મુજબ વર્ષ રસ્તાઓ પર 2018-19 માં 22665, 2019-20 માં 25858, 2020-21 માં 23689 પગપાળા ચાલતા લોકોનાં અકસ્માતમાં મોત થયા છે. રસ્તાઓ માત્ર વાહનો માટે જ નહીં પગપાળા ચાલનારા લોકો માટે ફૂટપાથ પણ હોવા જોઇએ. ફૂટપાથના અભાવે લોકો જોખમી રીતે રસ્તો ક્રોસ કરવા મજબૂર બની જાય છે. અનેક લોકોને કાયમ માટે શરીરમાં ખોડખાપણ પણ આવી જાય છે. સામાન્ય રીતે રસ્તાની ડિઝાઇન તૈયાર કરતી વખતે પગપાળા યાત્રીઓ સરળતાથી પસાર થઇ શકે તેવી હોવી જરુરી છે. રસ્તો ક્રોસ કરતી વખતે થતા મુત્યું કે ગંભીર ઇજાઓમાં મોટે ભાગે રાહદારીઓની જ બેદરકારી માનવામાં આવે છે પરંતુ આટલી મોટી સંખ્યામાં લોકોના મોત કેમ થાય છે તે અંગે ચિંતા કરવામાં આવતા નથી.નિષ્ણાતોનું માનવું છે કે વિદેશોમાં રસ્તો પાર કરવાનો પ્રથમ અધિકાર પગપાળા ચાલનારાનો હોય છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યા બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યોના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપકભાઈ પટેલની ધંધામાં પાર્ટનરે જ કરી હતી હત્યા, નફાની વહેંચણીને લઈ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08