Fri,15 November 2024,3:28 pm
Print
header

ભારતને પરમાણુ બોમ્બની ધમકી આપનારી પાકિસ્તાની મંત્રી શાઝિયાની નવી કરતૂત

ભારત સામે પાકિસ્તાનના મંત્રી શાઝિયા મારીએ ઓક્યું ઝેર 

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના મંત્રી શાઝિયા મારીએ પીએમ મોદી પરના બિલાવલ ભુટ્ટોના વિવાદીત નિવેદનનું સમર્થન કર્યું છે. પાકિસ્તાનના મંત્રી શાઝિયા મારીએ એક દિવસ પહેલા બિલાવલ ભુટ્ટોના સમર્થનમાં ભારતને એટમ બોમ્બની ધમકી આપી હતી. હવે તેણે ફરી એકવાર વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોના નિવેદનનું સમર્થન કર્યું છે જેમાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, તેણે ટ્વીટ કર્યું છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રીએ માત્ર ભારતીય મંત્રીની ઉશ્કેરણીજનક ટિપ્પણીનો જવાબ આપ્યો છે. આતંકવાદ સામેની લડાઈમાં પાકિસ્તાને ભારત કરતા વધુ બલિદાન આપ્યાં છે.

તેમણે એમ પણ કહ્યું કે, પાકિસ્તાન એક જવાબદાર પરમાણુ  દેશ છે. આ પહેલા તેમણે ભારતને ધમકી આપતાં કહ્યું હતું કે, ભારતે એ ન ભૂલવું જોઈએ કે, પાકિસ્તાન પરમાણું રાષ્ટ્ર છે. અમારે ચૂપ બેસી રહીયે તેમ નથી, જરૂર પડશે તો અમે પાછા પણ હટીશું નહીં. શાઝિયા મારીએ ભારત સરકારને ધમકી આપતા કહ્યું કે પાકને પરમાણુ દેશનો દરજ્જો મળ્યો છે તે મૌન રાખવા નથી, પાકિસ્તાન પણ જાણે છે કે કેવી રીતે જવાબ આપવો.બિલાવલ ભુટ્ટોએ હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કસાઇ કહ્યાં હતા.

ભુટ્ટોના નિવેદન બાદ હોબાળો

થોડા દિવસ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ નરેન્દ્ર મોદી વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા કહ્યું હતું કે ઓસામા બિન લાદેન માર્યો ગયો, પરંતુ ગુજરાતનો કસાઈ જીવતો છે. આ અંગે ભારતે પણ આકરી પ્રતિક્રિયા આપી છે. સંયુક્ત રાષ્ટ્રમાં બિલાવલના આ નિવેદન પર ભારતે કહ્યું હતું કે પાકિસ્તાન આતંકીઓને પ્રોત્સાહન આપે છે. તેની વિશ્વભરને ખબર છે.

પાકિસ્તાન પર પ્રહાર કરતા ભારતે કહ્યું કે, પાકિસ્તાન એવો દેશ છે જે ઓસામા બિન લાદેનને શહીદ ગણાવે છે અને ઝકીઉર રહેમાન લખવી, હાફિઝ સઈદ, મસૂદ અઝહર, સાજિદ મીર અને દાઉદ ઈબ્રાહિમ જેવા આતંકવાદીઓને આશ્રય આપે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch