Fri,20 September 2024,8:57 pm
Print
header

પાકિસ્તાન પરત ફરતા જ નવાઝ શરીફે ભારત સાથે સારા સંબંધો કરી વાત, કહ્યું- કાશ્મીર મુદ્દો શાંતિપૂર્ણ રીતે ઉકેલીશું

લાહોરઃ પોતાના દેશમાં પરત ફર્યાં બાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે ભારત સાથે સારા સંબંધો રાખવાની વાત કરીને કહ્યું કે ઈસ્લામાબાદ કાશ્મીર મુદ્દાને યોગ્ય રીતે ઉકેલવા માંગે છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) સુપ્રીમોએ શનિવારે સાંજે લાહોરમાં મિનાર-એ-પાકિસ્તાન ખાતે  રેલીને સંબોધિત કરી હતી, બ્રિટનમાં ચાર વર્ષ રહ્યાં પછી તેઓ પાકમાં પરત ફર્યાં છે. શરીફે કહ્યું કે અમે સ્વતંત્ર અને વ્યાપક વિદેશ નીતિ ઈચ્છીએ છીએ.અમે વિશ્વ સાથે ઉભા રહીને ભલાઈ અને સમાનતા ઇચ્છીએ છીએ, અમે પાડોશી દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપિત કરીને પાકિસ્તાનને આર્થિક શક્તિ બનાવવા માંગીએ છીએ. લડાઈ કે સંઘર્ષ કરીને પાકિસ્તાનનો વિકાસ થઈ શકતો નથી. હું વિકાસમાં માનું છું બદલામાં નહીં.

નવાઝ શરીફે કહ્યું કે 'જો પાકિસ્તાન પૂર્વ પાકિસ્તાનથી (બાંગ્લાદેશ) અલગ ન થયું હોત તો ભારતમાંથી પસાર થતો એક આર્થિક કોરિડોર હોત. પાકિસ્તાનના હિત માટે તમામ રાજકીય સંસ્થાઓ અને સંગઠનો (સેના અને ન્યાયતંત્ર)એ બંધારણનું સાચી ભાવનાથી પાલન કરવું પડશે.' રેલી દરમિયાન નવાઝ શરીફ ભાવુક જોવા મળ્યાં હતા અને કહ્યું કે કારાવાસ દરમિયાન તેમને તેમની માતા અને પત્નીના મૃત્યુંના સમાચારનો કેવી રીતે સામનો કર્યો, ગૂંગળામણભર્યા અવાજમાં શરીફે કહ્યું કે તેમણે તેમની માતા અને પત્નીને રાજકારણને કારણે ગુમાવ્યાં છે. હું મારી માતા, પિતા અને પત્નીને અંતિમ આદર આપી શક્યો ન હતો.

નોંધનીય છે કે નવાઝ શરીફની પત્નીનું 2018માં લંડનમાં 70 વર્ષની વયે અવસાન થયું હતું, તે સમયે નવાઝ શરીફ અને પુત્રી મરિયમ બંને ભ્રષ્ટાચારના કેસમાં પાકિસ્તાનમાં જેલમાં સજા કાપી રહ્યાં હતા. આ પહેલા લંડનમાં છેલ્લા ચાર વર્ષ વિતાવનાર શરીફ શનિવારે બપોરે દુબઈથી ઈસ્લામાબાદ પહોંચ્યાં હતા. તેમના જામીન અંગેની કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યાં પછી, તેઓ પંજાબ પ્રાંતમાં PML-N ગઢ ગણાતા લાહોર જવા રવાના થયા હતા. જો કે પાકિસ્તાનમાં રાજકીય વિરોધીઓ હજુ પણ નવાઝનો જોરદાર વિરોધ કરી રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch