Sat,21 September 2024,8:41 am
Print
header

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં JUI-Fની રેલીમાં બોમ્બ બ્લાસ્ટ, 44 લોકોનાં મોત

પેશાવર: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં બોમ્બ વિસ્ફોટમાં 44 લોકોના મોત થયા છે. આ વિસ્ફોટ કટ્ટરપંથી ઈસ્લામિક પાર્ટીના મેળાવડામાં થયો હતો. આ બ્લાટમાં 100 થી વધુ લોકો ઘાયલ થયા છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના પોલીસ મહાનિરીક્ષક અખ્તર હયાત ગાંડાપુરે એએફપીને જણાવ્યું કે પક્ષના એક વરિષ્ઠ નેતા સમારોહને સંબોધવાના હતા, પરંતુ તેઓ ત્યાં પહોંચે તે પહેલા જ બોમ્બ વિસ્ફોટ થયો હતો. અખ્તર હયાતે કહ્યું કે આ વિસ્ફોટ જમિયત ઉલેમા-એ-ઈસ્લામ (F) પાર્ટીના નેતાઓને નિશાન બનાવવા માટે કરવામાં આવ્યો હતો, જે કોન્ફરન્સનું આયોજન કરી રહી હતી.

આ જેહાદ નથી પરંતુ આતંકવાદ છે.

JUI-Fના નેતા હાફિઝ હમદુલ્લાએ કહ્યું કે તેઓ કોન્ફરન્સમાં ભાગ લેવાના હતા, પરંતુ અહીં અફડાતફડીનો માહોલ છે.હું આ વિસ્ફોટની સખત નિંદા કરું છું અને તેની પાછળ રહેલા લોકોને સંદેશ આપવા માંગુ છું કે આ જેહાદ નથી પરંતુ આતંકવાદ છે. તે માનવતા પર હુમલો છે.

તેમણે માંગ કરી છે કે વિસ્ફોટની તપાસ થવી જોઈએ. આ પહેલીવાર નથી જ્યારે JUI-Fને નિશાન બનાવવામાં આવ્યું હોય. આ પહેલા પણ બન્યું છે. અમારા કાર્યકરોને નિશાન બનાવવામાં આવ્યાં છે. અમે સંસદમાં આ અંગે અમારો અવાજ ઉઠાવ્યો હતો પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.હમદુલ્લાએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને પ્રાંતીય સરકારને ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ પૂરી પાડવા વિનંતી કરી.

પાકિસ્તાનમાં આતંકવાદી હુમલામાં વધારો થયો છે

ઓગસ્ટ 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવ્યાં બાદ પાકિસ્તાને આતંકવાદી હુમલામાં વધારો જોયો છે. ગયા વર્ષે નવેમ્બરમાં તહરીક-એ તાલિબાન પાકિસ્તાન (TTP) એ સંઘીય સરકાર સાથે સંમત થયેલા અનિશ્ચિત યુદ્ધવિરામને રદ કર્યો હતો અને તેના આતંકવાદીઓને પાકિસ્તાનના સુરક્ષા દળો પર હુમલા કરવા આદેશ આપ્યો હતો.

30 જાન્યુઆરીના રોજ એક પાકિસ્તાની તાલિબાન આત્મઘાતી બોમ્બરે પેશાવરની એક મસ્જિદમાં બપોરે નમાજ દરમિયાન તેના  વિસ્ફોટ કર્યો હતો, જેમાં 101 લોકોના મોત થયા હતા અને 200 થી વધુ ઘાયલ થયા હતા. ફેબ્રુઆરીમાં ભારે સશસ્ત્ર TTP આતંકવાદીઓએ પાકિસ્તાનના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર કરાચીમાં પોલીસ વડાની ઓફિસ પર હુમલો કર્યો અને ગોળીબારમાં બે પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ આતંકવાદીઓ અને ચાર અન્ય લોકો માર્યાં ગયા હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch