Fri,15 November 2024,3:55 pm
Print
header

ઈમરાન ખાનની પાર્ટીએ પાકિસ્તાન સરકારને આપી ધમકી, જો 20 ડિસેમ્બર સુધી ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં નહીં આવે તો..

ઈસ્લામાબાદઃ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીએ વડાપ્રધાન શેહબાઝ શરીફની આગેવાની હેઠળની સરકારને ચેતવણી આપી છે કે જો આગામી સામાન્ય ચૂંટણીઓની તારીખ 20 ડિસેમ્બર સુધીમાં જાહેર કરવામાં નહીં આવે તો તે પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતોની વિધાનસભાઓને વિખેરી નાખશે.પૂર્વ માહિતી પ્રધાન અને ઇમરાનની પાર્ટીના નેતા ફવાદ ચૌધરીએ ટ્વીટમાં જણાવ્યું કે, હાલની સરકારના નેતાઓ ચૂંટણી ઇચ્છતા નથી અને દેશને કેવી રીતે ચલાવવો તે જાણતા નથી. તેઓ દેશ બરબાદ કરી રહ્યાં છે.

પંજાબ, કેપી વિધાનસભા ભંગ કરવાની ધમકી

તેમણે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ની આગેવાની હેઠળના શાસક ગઠબંધનના સભ્યોની ટીકા કરતાં કહ્યું કે, દેશની અનેક બાબતોના નિર્ણય અને મંત્રીઓની નિમણૂંકો વિદેશની દખલગીરીથી થાય છે.પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ 20 ડિસેમ્બર સુધીમાં સામાન્ય ચૂંટણીઓ યોજવાની ફોર્મ્યૂલા સાથે નહીં આવે તો પંજાબ અને કેપી વિધાનસભાઓ વિખેરી નાખવામાં આવશે. પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ એ રાજકીય પક્ષોનું જોડાણ છે જે હાલમાં પાકિસ્તાન પર શાસન કરે છે.

આ પ્રાંતોમાં ઈમરાન ખાનની પાર્ટીની સરકાર 

ખાનની પાર્ટી પંજાબ, ખૈબર પખ્તૂનખ્વા, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાન પ્રાંતમાં સત્તા પર છે. ઇમરાન કહે છે કે પાકિસ્તાનને રાજકીય સ્થિરતાની જરૂર છે, જે સ્થિર સરકાર વિના શક્ય નથી. બંને પ્રાંતોમાં સામાન્ય ચૂંટણીઓની પ્રક્રિયા 20 માર્ચ સુધીમાં પૂર્ણ થવી જોઈએ.

ઈમરાન ખાને આપી છે ચેતવણી

પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા વિધાનસભાઓને કોઈ પણ વિલંબ કર્યાં વિના વિખેરી નાખવાની વાત કરાઇ છે.ઇમરાને કહ્યું કે ફેડરલ સરકાર 90 દિવસમાં બંને પ્રાંતોમાં ચૂંટણી કરે.જો વડાપ્રધાન શરીફની આગેવાની હેઠળની સરકાર સામાન્ય ચૂંટણીઓની તારીખની જાહેરાત ન કરે તો તે પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતોમાં વિધાનસભાઓને વિખેરી નાખશે. 

નોંધનિય છે કે છેલ્લા ઘણા દિવસોથી ઇમરાન ખાન સરકાર સામે થયા છે, તેમના પર ફાયરિંગની ઘટના પણ બની હતી. તેઓ સરકારની કામગીરી અને સરમુખત્યાર સામે આંદોલન કરી રહ્યાં છે. હવે તેમની ઝડપથી ચૂંટણીની માંગ કરી છે. તેઓ વારંવાર અમેરિકા સામે પણ બોલી રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch