ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં સ્થિતિ સતત બગડી રહી છે. દેશમાં મોંઘવારી ઝડપથી વધી રહી છે. દરમિયાન યૂટ્યૂબર સના અમજદ દ્વારા પોસ્ટ કરવામાં આવેલો એક વીડિયો સતત વાયરલ થઇ રહ્યો છે. જેમાં યૂટ્યૂબર સાથે વાત કરતા એક નાગરિક કહી રહ્યો છે કે અલ્લાહ અમને મોદી આપે જે અમારા દેશને ઠીક કરી નાખશે. દેશમાં સતત વધી રહેલી મોંઘવારીથી વ્યક્તિ ખૂબ જ નારાજ છે અને તે કહી રહ્યો છે કે જો નરેન્દ્ર મોદીએ રાજ કર્યું હોત તો આટલી મોંઘવારીનો સામનો ન કરવો પડ્યો હોત.
વીડિયોમાં તે વ્યક્તિને એમ કહેતા સાંભળી શકાય છે કે, 1947માં આપણો દેશ ભારતથી અલગ ન થયો હોત તો સારું હતુ, જો આખો દેશ એક હોત તો આજે અમને ટામેટાં 20 રૂપિયા પ્રતિ કિલો, ચિકન 150 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતા હોત. મોદી અમારા નેતાઓ કરતા સારા છે,અમે નવાઝ શરીફ, બેનઝીર ભુટ્ટો કે ઈમરાન ખાનને પણ નથી ઈચ્છતા. અમને મોદીને જોઇએ છે, જે આ દેશની ખોટી બાબતોને સીધી કરે છે.
તેમણે કહ્યું કે, "અમે સારું જીવન જીવવા માટે મોદીના શાસનને સ્વીકારવા તૈયાર છીએ." મોદી ખરાબ વ્યક્તિ નથી. ભારતના મુસલમાનો સુખી છે,જ્યારે અમે અમારા બાળકો માટે રાત્રે ભોજનની વ્યવસ્થા પણ કરી શકતા નથી, યૂટ્યુબર સના અમજદ અગાઉ પાકિસ્તાનના ઘણા મીડિયા હાઉસ સાથે કામ કરી ચૂકી છે. વાયરલ વીડિયોમાં શખ્સે ક્હ્યું કે પાકિસ્તાનથી ભાગી જાઓ અથવા ભારત જાવ'ના નારા રસ્તા પર કેમ લગાવવામાં આવી રહ્યાં છે.
હાલમાં જ પાકિસ્તાનમાં કથળેલી આર્થિક સ્થિતિ વચ્ચે તેના રક્ષામંત્રી ખ્વાજા આસિફે એક મોટુ નિવેદન આપ્યું હતુ. આસિફે કહ્યું હતું કે તેમનો દેશ નાદાર થઈ ગયો છે. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાનને આઇએમએફ પાસેથી 7 અબજ ડોલરના રાહત પેકેજની અપેક્ષા હવે નહીવત છે. આસિફે સિયાલકોટમાં એક રેલી દરમિયાન કહ્યું હતું કે પાકિસ્તાન પહેલાથી જ ડિફોલ્ટ થઈ ચૂક્યું છે. હવે આ આર્થિક કટોકટી માટે રાજકારણીઓ અને અમલદારશાહીને દોષી ઠેરવવામાં આવી રહ્યાં છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
રૂપિયા 42 કરોડની ઠગાઈ કરનારું રાણીપનું દંપતી મહારાષ્ટ્રની મોંઘી દાટ હોટલમાં જલસા કરતા ઝડપાયું- Gujarat Post | 2024-11-15 09:35:10
PMJAY સંલગ્ન હોસ્પિટલો મેડિકલ કેમ્પ નહીં યોજી શકે, ખ્યાતિ હોસ્પિટલના ડો.પ્રશાંત વજીરાણીની પૂછપરછમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા- Gujarat Post | 2024-11-15 09:27:18
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસ: આરોપીને સાથે રાખીને કરાયું રિ-કન્ટ્રકશન, વિરેન્દ્ર સાથે હતો બીજો પણ વ્યક્તિ | 2024-11-14 17:10:15
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20
કેનેડામાં ખાલિસ્તાની ભારત વિરોધી આતંકવાદી અર્શદીપ ડલ્લાની અટકાયત | 2024-11-10 17:37:50
સ્વિંગ રાજ્યોમાં ચાલ્યો ડોનાલ્ડ ટ્રમ્પનો જાદુ, તમામ 7 રાજ્યોમાં મળી જોરદાર જીત- Gujarat Post | 2024-11-10 10:47:56
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37