Fri,15 November 2024,6:56 am
Print
header

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની ભારત મુલાકાતને લઈને ઇમરાનની પાર્ટી ભડકી, જાણો શું કહ્યું ?

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો SCO સમિટ એટલે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ભાગ લેવા ભારત આવશે. ઈમરાન ખાનની પાર્ટીએ તેમની ભારત મુલાકાતની આકરી ટીકા કરી છે. ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફ એટલે કે પીટીઆઈના વરિષ્ઠ નેતા ફવાદ ચૌધરીએ બિલાવલના ભારત પ્રવાસના નિર્ણય પર ઝાટકણી કાઢી છે. ફવાદ ચૌધરીએ ટ્વિટ કર્યું કે 'બિલાવલ ભુટ્ટોની ભારત મુલાકાત કાશ્મીરીઓના બલિદાનનું અપમાન હશે.' ભુટ્ટો આવા સમયે ભારત આવી રહ્યાં છે. જ્યારે બંને દેશો વચ્ચે વાતચીત સંપૂર્ણપણે બંધ છે અને હવે જમ્મુ-કાશ્મીરને 'સ્પેશિયલ સ્ટેટ'નો દરજ્જો પણ નથી.

પાકિસ્તાન ભારતમાં SCO સમિટનો ભાગ બનશે કે નહીં તે અંગે અનિર્ણિત હતું. ભારતે પહેલા જ પાકિસ્તાનને આ સમિટમાં ભાગ લેવાનો સંદેશો મોકલી દીધો હતો, જેના પર પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો હતો. પરંતુ ગુરુવારે પાકિસ્તાનના વિભાગના પ્રવક્તા મુમતાબ ઝહરા બલોચે સ્પષ્ટ કર્યું કે બિલાવલ ભારતની મુલાકાત લેશે. ઈમરાનના નજીકના સહયોગી ફવાદ ચૌધરીએ કહ્યું કે કાશ્મીર મુદ્દાને બાજુ પર મુકવો અને ભારત સાથે સહયોગને પ્રાથમિકતા આપવી એ આંતરરાષ્ટ્રીય એજન્ડાનો ભાગ છે. આ એજન્ડાને પૂરો કરવા માટે પીડીએમ સરકાર પાકિસ્તાન પર લાદવામાં આવી હતી.

પાકિસ્તાનને કઠપૂતળી દેશ બનવા નહીં દેવાયઃ ફવાદ ચૌધરી

ફવાદ ચૌધરીએ કહ્યું કે 'PTI ભારત સહિત અન્ય દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધોના પક્ષમાં છે. પરંતુ ભારપૂર્વક કહ્યું કે 'PTI પાકિસ્તાનને કઠપૂતળી દેશ બનવા દેશે નહીં'. SCO સમિટ ભારતમાં 4 અને 5 મેના રોજ યોજાશે. બિલાવલ ભારતના ગોવામાં, વિદેશ મંત્રીઓની પરિષદ CFM યોજાશે જે SCO સમિટ હેઠળ હશે. તેમાં પાકિસ્તાની પ્રતિનિધિમંડળનો ભાગ બનશે અને તેનું નેતૃત્વ કરશે. ભારતના વિદેશ મંત્રીના આમંત્રણ પર પાકિસ્તાનના વિદેશ મંત્રી કોન્ફરન્સમાં ભાગ લેશે. તાજેતરના વર્ષોમાં પાકિસ્તાની નેતાની આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત હશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch