Fri,15 November 2024,9:59 pm
Print
header

પાકિસ્તાનમાં ભૂલથી મિસાઇલ છોડવાનો મામલો, ભારતીય વાયુસેનાએ 3 અધિકારીઓને કર્યાં ડિસમિસ- Gujarat Post

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાના ત્રણ  અધિકારીઓને પાકિસ્તાન સીમામાં ભૂલથી બ્રહ્મોસ મિસાઈલ છોડવા બદલ ડિસમિસ કરવામાં આવ્યાં છે. "કોર્ટ ઓફ ઇન્ક્વાયરીને જણાવ્યું કે બ્રહ્મોસ મિસાઇલના આકસ્મિક ફાયરિંગમાં 3 અધિકારીઓએ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી)નું પાલન કર્યું ન હતું.બ્રહ્મોસ મિસાઇલ 9 માર્ચ, 2022 ના રોજ ભૂલથી પાકમાં છોડવામાં આવી હતી. 

આ ઘટનાની જવાબદારી નક્કી કરવા સહિતના મામલાની તપાસ માટે રચાયેલી કોર્ટ ઓફ ઇન્ક્વાયરીમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) નું ઉલ્લંઘન કરીને આકસ્મિક ફાયરિંગમાં 3 અધિકારીઓ સંડોવાયેલા હોવાનું જણાયું હતું. "આ 3 અધિકારીઓને આ ઘટના માટે જવાબદાર ઠેરવવામાં આવ્યાં છે. કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી તેમની સેવાઓ સમાપ્ત કરી દીધી છે. 23 ઓગસ્ટ 2022ના રોજ અધિકારીઓને ડિસમિસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

નોંધનિય છે મિસાઇલ પાકિસ્તાનમાં જઇને પડી હતી, ત્યાર બાદ પાકિસ્તાને ભારત અને વિશ્વના અન્ય દેશો સામે આ મુદ્દો ઉછાળીને ભારતની ટીકા કરી હતી. જો કે ભારતે હવે આ મામલે ત્રણ અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch