• મૃતકોમાં 5 પોલીસકર્મીઓ સામેલ
  • 50 થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા

લાહોરઃ પાકિસ્તાનમાં કોહાટની મસ્જિદમાં શુક્રવારે બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ જુમ્માની નમાજ દરમિયાન થયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ બોમ્બ વિસ્ફોટમાં 16 લોકોનાં મોત થયાં છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 11 નાગરિકો અને 5 પોલીસકર્મીઓ સામેલ છે. આ બ્લાસ્ટ ઉત્તર- પશ્ચિમ પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં થયો છે. 

પ્રોવિન્શિયલ પોલીસ ચીફ ઝુલ્ફીકાર હમીદે જણાવ્યું કે ફિદાયીન હુમલો કરીને મસ્જિદમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. આ ઘટના ખૈબર પખ્તૂનખ્વામાં પેશાવરથી 60 કિલોમીટર દૂર કોહાટમાં ઓલ્ડ પોલીસ લાઈન પાસે આવેલી મસ્જિદમાં બની છે. જોકે, હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને આ બ્લાસ્ટની જવાબદારી લીધી નથી. હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે, ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા છે.

Another deadly attack on a mosque during Friday prayers at Kohat’s Old Police Lines.

At least 16 people killed more than 50 injured.

Police officers among the dead.

People were praying & this happened.

How long will human lives remain so cheap?