Sat,16 November 2024,7:53 am
Print
header

પોતાની ખુરશી સંકટમાં આવતા જ પાકિસ્તાનના PM ઈમરાન ખાને ભારતની સ્વતંત્ર વિદેશ નીતિની કરી પ્રશંસા- Gujarat Post

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને રવિવારે ભારતની "સ્વતંત્ર વિદેશ નીતિ"ની પ્રશંસા કરી હતી,કહ્યું કે અમેરિકી પ્રતિબંધો છતાં તેમને રશિયા પાસેથી ક્રૂડની આયાત કરવાનો નિર્ણય કર્યો છે. ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારના સખત ટીકાકાર ઇમરાન ખાને ખુલ્લેઆમ ભારતીય વિદેશ નીતિની પ્રશંસા કરી છે.

ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતમાં રેલીને સંબોધતા ખાને કહ્યું કે તેઓ પાડોશી દેશ ભારતની પ્રશંસા કરશે કારણ કે તેમની પાસે "સ્વતંત્ર વિદેશ નીતિ" છે. ભારત ક્વાડ ગ્રૂપનો ભાગ છે અને તેમને અમેરિકાના પ્રતિબંધો છતાં રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની આયાત કરી છે. તેમની વિદેશ નીતિ પણ પાકિસ્તાની લોકોના હિતમાં હશે.

ઈમરાન ખાન સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરતા પહેલા જનતાનું સમર્થન મેળવવા માટે રેલી કરી રહ્યાં છે. ખાને કહ્યું, 'હું કોઈની સામે ઝૂકીશ નહીં અને મારા દેશને કોઈની સામે ઝૂકવા નહીં દઉં.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch