Sat,21 September 2024,6:12 am
Print
header

પાકિસ્તાનમાં પીકઅપ વાન અને બસની ટક્કર થતા લાગી ભયાનક આગ, 18 મુસાફરો જીવતા સળગી ગયા

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઇંધણની ટાંકી વહન કરતી એક પીકઅપ વાન પેસેન્જર બસ સાથે અથડાઈ હતી, જેના કારણે બસમાં ભીષણ આગ લાગી હતી. જેમાં મહિલાઓ અને બાળકો સહિત 18 લોકોનાં મોત થયા હતા.જ્યારે 16 લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે બસ કરાચીથી ઈસ્લામાબાદ જઈ રહી હતી. બસમાં લગભગ 40 લોકો સવાર હતા. રવિવારે સવારે 4.30 વાગ્યે લાહોરથી લગભગ 140 કિલોમીટર દૂર ફૈસલાબાદ મોટરવેના પિંડી ભટ્ટિયાન સેક્શન પર બસ એક વાન સાથે અથડાઈ હતી.

માર્ગ અકસ્માતમાં 18 મુસાફરોનાં મોત

આઈજી સુલતાન ખ્વાજાએ જણાવ્યું કે બસ મોટરવેના પિંડી ભાટિયન સેક્શન પર ઈંધણની ટાંકી લઈ જતી વાનને બસે પાછળથી ટક્કર મારી હતી. જેને કારણે બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.આ અકસ્માતમાં 18 મુસાફરોના મોત થયા હતા. અકસ્માતમાં દાઝી ગયેલા અન્ય 16 લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. મૃતકોની સંખ્યા વધુ વધી શકે છે. કારણ કે ઘાયલોમાં કેટલાકની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

અકસ્માતમાં બસના બંને ડ્રાઈવરોના મોત નિપજ્યાં હતા

આઈજીએ જણાવ્યું કે આગ દરમિયાન જે મુસાફરો બસમાંથી કૂદવામાં સફળ રહ્યાં હતા. તેઓ બચી ગયા હતા. બંને વાહનોમાં આગ લાગવાને કારણે અન્ય લોકોને નીચે ઉતરવાની તક મળી ન હતી. અકસ્માતમાં બસના બંને ડ્રાઈવરોના મોત થયા છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જો પીકઅપ વાનમાં ઇંધણની ટાંકી ન હોત તો બંને વાહનોમાં આગ ન લાગી હોત.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કાર્યવાહક મુખ્યમંત્રીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. કહ્યું કે જે લોકોએ જીવ ગુમાવ્યો તેમની ઓળખ ડીએનએ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે, ત્યારબાદ મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવશે. પાકિસ્તાનના પંજાબના કાર્યકારી મુખ્ય પ્રધાન મોહસિન નકવીએ અકસ્માતમાં જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું અને સંબંધિત અધિકારીઓને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવાનો નિર્દેશ આપ્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch