ઇસ્લામાબાદઃ નબળી આર્થિક સ્થિતિએ પાકિસ્તાનની દુર્દશા કરી નાખી છે. હવે તે ભારત સાથે વાતચીત માટે ભીખ માંગવાની સ્થિતિમાં પહોંચી ગયું છે. પાકિસ્તાનના એક પૂર્વ ટોચના સૈન્ય અધિકારીએ કહ્યું કે પાકિસ્તાને ભારત સાથે વાત કરવાની જરૂર છે. 14માં કરાચી લિટરેચર ફેસ્ટિવલના છેલ્લા દિવસે આઇએસપીઆરના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ મેજર અતહર અબ્બાસે આ વાત કહી છે.
ઇન્ટર સર્વિસિઝ પબ્લિક રિલેશન (ISPR)ના પૂર્વ ડીજીએ કહ્યું કે આજના સમયમાં વાતચીત દેશની જરૂરિયાત છે. વાતચીત આગળ વધારવાનું કામ માત્ર સરકાર કે લશ્કરનું નથી. કારણ કે જો તમે બધી જવાબદારી તેમના પર છોડી દેશો તો વાત આગળ નહીં વધે. તેની શરૂઆત મીડિયા, બિઝનેસ અને વ્યાપારનાં માધ્યમથી થાય છે. જેનાથી ભારતીય સમાજમાં સંવાદ માટેનું વાતાવરણ ઊભું થશે. તેનાથી સરકાર પર વાતચીત માટે દબાણ આવશે અને દેશની સ્થિતી સુધારવા પર ભાર મુક્યો હતો.
અતહર અબ્બાસે કહ્યું કે ભૂતકાળમાં ભારત અને પાકિસ્તાન માટે વાતચીત શરૂ કરવાની ઘણી તકો હતી પરંતુ બધા ખોવાઈ ગયા હતા. તેમણે લાહોર જતી બસમાં ભારતના વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયી અને ત્યાર બાદ પાકિસ્તાનના પૂર્વ જનરલ પરવેઝ મુશર્રફના આગરા આવવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે પાકિસ્તાનની રાજકીય રીતે અને અસ્થિરતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કહ્યું કે જ્યારે તમે અંદરો અંદર લડતા હોવ, ત્યારે આવા વાતાવરણમાં વાતચીત થઈ શકતી નથી.
આ દિવસોમાં પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. આ જ કારણ છે કે ત્યાંની સેના હોય કે સરકાર, બધા એક સૂરમાં ભારત સાથે વાતચીતની આજીજી કરી રહ્યાં છે. પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે પોતે ભારતને વાતચીત માટે અપીલ કરી છે અને કહ્યું છે કે પાકિસ્તાને તેનો પાઠ શીખી લીધો છે. જો કે હજુ સુધી ભારત સરકાર તરફથી વાતચીતની કોઈ પહેલ કરવામાં આવી નથી. ભારત સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે આતંકવાદ અને વાતચીત એક સાથે ન ચાલી શકે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
રૂપિયા 42 કરોડની ઠગાઈ કરનારું રાણીપનું દંપતી મહારાષ્ટ્રની મોંઘી દાટ હોટલમાં જલસા કરતા ઝડપાયું- Gujarat Post | 2024-11-15 09:35:10
PMJAY સંલગ્ન હોસ્પિટલો મેડિકલ કેમ્પ નહીં યોજી શકે, ખ્યાતિ હોસ્પિટલના ડો.પ્રશાંત વજીરાણીની પૂછપરછમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા- Gujarat Post | 2024-11-15 09:27:18
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસ: આરોપીને સાથે રાખીને કરાયું રિ-કન્ટ્રકશન, વિરેન્દ્ર સાથે હતો બીજો પણ વ્યક્તિ | 2024-11-14 17:10:15
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20
કેનેડામાં ખાલિસ્તાની ભારત વિરોધી આતંકવાદી અર્શદીપ ડલ્લાની અટકાયત | 2024-11-10 17:37:50
સ્વિંગ રાજ્યોમાં ચાલ્યો ડોનાલ્ડ ટ્રમ્પનો જાદુ, તમામ 7 રાજ્યોમાં મળી જોરદાર જીત- Gujarat Post | 2024-11-10 10:47:56
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37