Fri,15 November 2024,7:07 am
Print
header

પાકિસ્તાનમાં ફરી એકવાર પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો, બ્લાસ્ટમાં 12 લોકોનાં મોત

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટથી હચમચી ગયું છે. પાકિસ્તાનના સ્વાત જિલ્લાના એક પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો થયો છે, આ હુમલામાં 12 લોકોના મોત થયા છે. મૃત્યું પામેલાઓમાં આઠ પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. હુમલામાં ઘાયલોની સંખ્યા 40 થી વધુ હોવાનું કહેવાય છે. આ હુમલો સ્વાત જિલ્લાના કબાલમાં કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD) પર થયો હતો.

પોલીસે ઘટના વિશે જણાવ્યું છે કે પોલીસ સ્ટેશનની અંદર બે વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટના કારણે ઈમારતો સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગઈ છે. આ હુમલાની તાત્કાલિક કોઈએ જવાબદારી લીધી નથી, પરંતુ પાકિસ્તાની તાલિબાને ગયા વર્ષે સરકાર સાથે યુદ્ધવિરામ સમાપ્ત કર્યાં પછી આવા હુમલાઓનો દાવો કર્યો હતો.

આ વિસ્ફોટ લક્કી મારવત જિલ્લામાં આતંકવાદ વિરોધી ઓપરેશન હાથ ધરવામાં આવ્યાના કલાકો પછી થયો હતો, જેમાં ત્રણ આતંકવાદીઓ અને એક પોલીસ અધિકારી માર્યાં ગયા હતા, પોલીસે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશન પર થયેલા હુમલાનો તેની સાથે સંબંધ છે કે કેમ તે હાલ સ્પષ્ટ નથી.વરિષ્ઠ પોલીસ અધિકારી અતાઉલ્લા ખાને જણાવ્યું હતું કે આતંકવાદ વિરોધી પોલીસ બિલ્ડિંગનો એક ભાગ પડી ગયો હતો અને બચાવકર્મીઓએ મૃતકો અને ઘાયલોના મૃતદેહોને બહાર કાઢ્યાં હતા.  હજુ મૃત્યુઆંક વધી શકે છે.

પોલીસ કમ્પાઉન્ડમાં કબાલ સિટી પોલીસ સ્ટેશન અને રિઝર્વ પોલીસ ફોર્સનું હેડક્વાર્ટર પણ છે, પરંતુ આતંકવાદ વિરોધી વિભાગની ઇમારતને સૌથી વધુ નુકસાન થયું છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ ઘટનાની નિંદા કરી હતી અને મૃતકો માટે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ઘાયલોને ઝડપથી સાજા થવાની કામના કરી હતી. આ સાથે તેમણે સંબંધિત અધિકારીઓ પાસેથી ઘટનાનો રિપોર્ટ માંગ્યો હતો.

તમને જણાવી દઈએ કે સ્વાત ઘાટી એક સમયે ઇસ્લામિક આતંકવાદીઓનો ગઢ હતો, જેમણે આ ક્ષેત્રમાં કડક શરિયા અથવા ઇસ્લામિક શાસન લાદ્યું હતું. 2007 માં સેનાએ ત્યાં એક વિશાળ ઓપરેશન શરૂ કર્યું, જેમાં આતંકવાદીઓને ખતમ કરવામાં આવ્યાં અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થઈ. પાકિસ્તાની તાલિબાન જે ઔપચારિક રીતે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન તરીકે ઓળખાય છે, તે અફઘાન તાલિબાનથી એક અલગ જૂથ છે, પરંતુ તેની સાથે નજીકથી સંબંધિત છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch