Sat,16 November 2024,10:12 am
Print
header

પાલનપુરમાં ACBની ટ્રેપ, છટકું ગોઠવીને કલાસ-1 અધિકારીને આટલી લાંચ લેતા ઝડપ્યાં- Gujarat Post

પાલનપુરઃ નાગરિકો જાગૃત થયા છે છંતા સરકારી બાબુઓને કોઇ ડર જ રહ્યો નથી. એક પછી એક બાબુઓ એસીબીની ઝપેટમાં આવી રહ્યાં છે, પાલનપુરમાં આસિસ્ટન્ટ લેબર કમિશનર, વર્ગ-1, મદદનિશ મજૂર કમિશનરની કચેરી, જિલ્લા સેવા સદનના અધિકારી એસીબીની હાથે લાંચ લેતા ઝડપાઇ ગયા છે, ફરિયાદીએ લેબર લાયસન્સ મેળવવા અરજી કરી હતી. આરોપી અધિકારી અશોક મોહનલાલ મોદીએ એક લેબરના 100 રૂપિયા લેખે 200 લેબરના રૂપિયા 20,000ની લાંચની માંગણી કરી હતી.

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદને આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કરીને આરોપીને જિલ્લા સેવા સદનમાં રૂ.20,000 ની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા છે. ટ્રેપિંગ અધિકારી એન.એ.ચૌધરી, એસીબી પો.સ્ટે, પાલનપુર, સુપર વિઝન અધિકારી કે.એચ.ગોહિલ, મદદનિશ નિયામક સહિતની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch