Sat,16 November 2024,9:19 pm
Print
header

BIG NEWS- પંચમહાલની કંપનીમાં બ્લાસ્ટ થતાં કલેકટર પણ થયા દોડતા, 4 લોકોના મોત- Gujarat Post

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેલિફોનિક જાણકારી મેળવી

પંચમહાલઃ ઘોઘંબાના રણજીતનગરમાં આવેલી GFL કંપનીમાં ધડાકા સાથે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 4 વ્યક્તિઓના મોત થઇ ગયા છે, 15થી વધુ લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ બાદ 6 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. કંપનીના GPP 1 યુનિટ પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. જેથી આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લા કલેક્ટરે ઘટના સ્થળની મુલાકાત લીધી છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેલિફોનિક જાણકારી મેળવી છે. ઘોઘંબાના જીએફએલમાં લાગેલી આગ હાલ કાબૂમાં આવી ગઈ છે. 

આ સમગ્ર ઘટનાને પગલે પંચમહાલ જિલ્લા પોલીસવડા, ક્લેક્ટર અને હાલોલ SDM સહિતના અધિકારીઓનો કાફલો કંપનીના યુનિટ સુધી દોડી ગયો હતો. આ કંપનીમાં એસીમાં ઉપયોગમાં લેવાતો ગેસ તૈયાર કરવામાં આવતો હતો. બ્લાસ્ટને કારણે કોઈ ગેસના ટેન્કર લીક થયા નથી. સાવચેતીના ભાગરૂપે રણજીતનગર વિસ્તારની આસપાસના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યાં છે. કંપનીમાં આગ લાગતા દૂર દૂર સુધી ધૂમાડો જોવા મળ્યો હતો. તમામ ઘાયલોને હાલોલની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. વિસ્ફોટ બાદ નજીકના રહેણાંક વિસ્તારો ખાલી કરાવવામાં આવ્યાં છે. સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch