Sat,23 November 2024,10:58 am
Print
header

Big News: પરીક્ષાઓના બધા કૌભાંડો ગુજરાતમાં જ થાય છે ! હવે NEETની પરીક્ષામાં રૂ. 10 લાખ લઇને ચોરી કરાવવાનું સ્કેમ આવ્યું સામે

મેડિકલ પ્રવેશ માટેની પરીક્ષામાં પણ કૌભાંડ !

પરીક્ષામાં કૌભાંડીઓ સક્રિય, રૂપિયા આપો અને ચોરી કરો !

પંચમહાલઃ ફરી એક વખત પરીક્ષાના કૌભાંડોને લઇને મોટો ઘટસ્ફોટ થયો છે. આરોપીઓને જેલમાં નાખી દેવામાં આવે કે તેમની સામે ગમે તેવા કાયદાકીય પગલા લેવામાં આવે પરંતુ તેઓ કૌભાંડો કરીને રૂપિયા તો કમાઇ જ લે છે, અગાઉ સરકારી ભરતી અને એડમિશન માટેની અનેક પરીક્ષાઓમાં ગેરરીતિના કિસ્સાઓથી આપણું ગુજરાત બદનામ છે, હવે નીટની પરીક્ષામાં પણ ચોરી કરાવવા માટે રૂપિયા લેવામાં આવ્યાં હોવાનો કેસ પકડાયો છે.

ગોધરામાં યોજાયેલી NEETની પરીક્ષામાં ચોરીને લઇને જિલ્લા કલેકટરને કૌભાંડની માહિતી મળી હતી, જેથી તેમને તાત્કાલિક તપાસ કરી તો આ કૌભાંડ સામે આવ્યું, જેમાં ડે.સુપ્રિટેન્ડેન્ટ તુષાર ભટ્ટની કારમાંથી 7 લાખ રૂપિયા જપ્ત કરાયા છે. આરોપી સુપ્રિટેન્ડેન્ટે 6 જેટલા વિદ્યાર્થીઓને ચોરી કરાવી હતી અને વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવામાં આવ્યાં હતા.

જય જલારામ સ્કૂલના શિક્ષક અને ડે.સુપ્રિટેન્ડેન્ટ તુષારના મોબાઇલ ચેટમાંથી અનેક વિગતો મળી આવી છે, આ કૌભાંડમાં
વડોદરાના રોય ઓવરસીઝ કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરાની સંડોવણી પણ સામે આવી છે, પોલીસે હાલમાં આ ત્રણેય કૌભાંડીઓ સામે ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં હવે નવા નામો ઉમેરાશે તે નક્કિ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch