Sat,16 November 2024,7:50 pm
Print
header

પેપર લીકનો માસ્ટર માઇન્ડ ગણાતો જયેશ પટેલ પકડાયો, ખુલશે બીજા અનેક નામો- Gujarat Post

સાબરકાંઠાઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક કરનારા માસ્ટર માઇન્ડ ગણાતા જયેશ પટેલની પોલીસે ધરપકડ કરી લીધી છે. જયેશ પેટલ સહિત ત્રણ લોકો પોલીસ પકડમાં આવ્યાં છે. માસ્ટર માઇન્ડ જયેશની પૂછપરછ બાદ પેપર લીકને લઈ કોઈ મોટો પર્દાફાશ થઈ શકે છે. આ મામલે બીજા પણ અનેક નામો સામે આવશે.અત્યાર સુધી આ કેસમાં 14 આરોપીઓની ધરપકડ કરાઇ છે અને હજુ સાબરકાંઠા પોલીસ તપાસ કરી રહી છે.

પેપરલીક કાંડ મામલે રાજ્ય સરકારની બેઠક બાદ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પરીક્ષા આગામી માર્ચ મહિનામાં લેવાશે તેવી જાહેરાત કરાઈ છે. પત્રકાર પરિષદને સંબોધન કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, પેપરલીક થયાં બાદ તાત્કાલિક અસરથી પોલીસ અને રાજ્ય સરકાર એક્શનમાં  છે, યુદ્ધના ધોરણે તપાસના આદેશ આપ્યા હતા ગણતરીના દિવસોમાં જ પેપરલીક કરનાર લોકો સામે ફરિયાદ નોંધાઈ અને 14 લોકોની ધકપકડ કરવામાં આવી છે. 

જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 30 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. આ સાથે જ પ્રિન્ટિંગ પ્રેસના કર્મી અને માલિક સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યાં છે. હાલ આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને 88 હજાર ઉમેદવારોના પરિવારના લોકોને ન્યાય મળી રહે તે માટેના સરકાર દ્વારા પગલા લેવામાં આવશે. ગઈકાલે ઝડપાયેલા ત્રણ શખ્સોને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને 24 ડિસેમ્બર સુધી રિમાન્ડ મંજૂર કરાયા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch