Mon,18 November 2024,8:08 am
Print
header

ભાજપનો વિરોધ આવી રીત, પરેશ ધાનાણી આ રીતે પહોંચ્યા મત આપવા

અમરેલીઃ રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણી માટે આજે વોટિંગ થઈ રહ્યું છે. સવારે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 17 ટકા મતદાન થયું છે. આ દરમિયાન અમેરલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી વોટિંગ કરવા અનોખી રીતે આવ્યાં હતા. જેને લઈને તેઓ ચર્ચાનું કેન્દ્ર બન્યાં હતા.

કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી થેલી અને ગેસનો બાટલો લઈ મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. સાઈકલ પર ગેસનો બાટલો અને ખાતરની થેલી લઈ મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. તેમણે બહારપરા મતદાન કેન્દ્ર પરથી મતદાન કર્યું હતું. હાલમાં ગેસના ભાવ ભડકે બળી રહ્યાં છે બીજી તરફ ખેડૂતોની કફોડી હાલતને લઇને પણ ધાનાણીએ વિરોધ નોંધાયો છે.

દેશમાં ભડકે બળી રહેલી મોંઘવારીનો વિરોધ કરવા તેમણે આમ કર્યું હતું. મતદાનના દિવસે સરકાર સામે પ્રહારો કર્યાં હતા. સરકારને મોંઘવારી સહિતના મુદ્દે આડેહાથ લીધી હતી. કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch