Fri,15 November 2024,11:18 pm
Print
header

BJP મહિલા નેતાનો અત્યાચાર, નોકરાણીને 8 વર્ષથી બનાવી હતી બંધક, પાર્ટીએ સસ્પેન્ડ કરી- Gujaratpost

નોકરાણીને ઘરમાં બંધ કરીને નિર્દયતાથી હેરાન કરી 

ફ્લોર પરથી પેશાબ ચાટવાનું પણ કહેવામાં આવ્યું હતુ

ઝારખંડઃ ભાજપે ઝારખંડના એક મહિલા નેતા સીમા પાત્રાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. સીમા પાત્રા પર નોકરાણીને ઘરમાં બંધ કરીને નિર્દયતાથી હેરાન કરવાનો આરોપ છે. પાત્રા ભાજપની મહિલા પાંખના રાષ્ટ્રીય કાર્ય સમિતિના સભ્ય હતા. તેમના પતિ મહેશ્વર પાત્રા નિવૃત્ત IAS અધિકારી છે. ઝારખંડ ભાજપના વડા દીપક પ્રકાશે પાત્રા સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો, જ્યારે નોકરાણીનો આ મહિલા નેતા પર ત્રાસ આપવાની વાતનો વીડિયો વાયરલ થયો હતો.

ચોંકાવનારા વીડિયોમાં પીડિત મહિલા સુનીતા હોસ્પિટલના બેડ પર જોવા મળે છે. તેના ઘણા દાંત તૂટી ગયા છે. તે બેસી પણ શકતી નથી. સ્થાનિક મીડિયાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તેના શરીર પરના ઈજાના નિશાન સૂચવે છે કે તેના પર વારંવાર હુમલા કરવામાં આવ્યાં છે. વીડિયો જોયા બાદ ઘણા લોકોએ આકરી પ્રતિક્રિયા આપી છે, લોકો ભાજપ મહિલા નેતાની ધરપકડની માંગ કરી રહ્યાં છે.

29 વર્ષીય સુનીતા ઝારખંડના ગુમલાની વતની છે. લગભગ 10 વર્ષ પહેલા તેમને પાત્રા પરિવારે નોકરી આપી હતી. સુનીતાએ આરોપ લગાવ્યો છે કે વર્ષોથી સીમા પાત્રા દ્વારા તેના પર નિર્દય અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. અસહ્ય પીડા વચ્ચે બોલતા, સુનીતા વીડિયોમાં યાદ કરે છે કે તેણીને લાકડીથી મારવામાં આવી હતી, તેના દાંત તૂટી ગયા હતા.તેને ફ્લોર પરથી પેશાબ ચાટવાનું પણ કહેવામાં આવ્યું હતું. સુનીતાએ કહ્યું કે તેને ખુબ જ ત્રાસ આપવામાં આવ્યો હતો. તેને બહુ કામ કરાવવામાં આવતું હતુ.

પીડિતાનું કહેવું છે કે સીમા પાત્રાના પુત્ર આયુષ્માને તેની મદદ કરી હતી. તેણી કહે છે, "તેના કારણે જ હું જીવિત છું." આયુષ્માને સુનીતાની સ્થિતિ એક મિત્રને જણાવી અને તેની મદદ માંગી.ત્યાર પછી તેના મિત્રએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ સુનીતાનો બચાવ થયો. પીડિતાની બહેન અને ભાભીને તેની વેદના વિશે જાણ કરવામાં આવી હતી, પરંતુ ત્યારે પણ તેને મદદ મળી ન હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch