Mon,18 November 2024,6:04 am
Print
header

ગુજરાતથી ઋષિકેશ ગયેલા 22 મુસાફરોનો કોરોના પોઝિટિવ આવતાં હાહાકાર

ઋષિકેશઃ કોરોનાનો કહેર હોવા છતાં ગુજરાતીઓ ફરવા જવાનું છોડતા નથી. આ દરમિયાન ગુજરાતથી ઋષિકેશ ગયેલા શ્રદ્ધાળુઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગુજરાતના શ્રદ્ધાળુઓના એક જૂથમાં 22 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં હાહાકાર મચી ગયો હતો. આ મુસાફરોને લઈને બસ 18 માર્ચે તપોવનથી મુનિ કી રેતી પહોંચી હતી.જ્યાં તમામ મુસાફરોના આરટીપીસીઆર સેમ્પલ લેવામાં આવ્યાં હતા. જેમાંથી 22 મુસાફરો કોરોના સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી.

સેમ્પલ બાદ શ્રદ્ધાળુઓ નીલકંઠ અને શીશમ ઝાડી સ્થિત આશ્રમમાં રોકાયા હતા. હાલ તમામ મુસાફરો અહીંથી નીકળી ચૂક્યા છે. ઉપરાંત સોમવારે પણ 15 મુસાફરોને લઈને એક બસ આવી હતી. મુસાફરોના એન્ટીજન સેમ્પલમાં એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

મુનિ કી રેતીના ડો. જગદીશ ચંદ્ર જોષીએ કહ્યું કે, સ્વાસ્થ્ય વિભાગની ટીમ તપોવન મુનિ કી રેતીમાં બહારથી આવતા મુસાફરોનું ચેકિંગ કરતી હતી. તે દરમિયાન 18 માર્ચે એક બસને ચેક પોસ્ટ પર રોકવામાં આવી હતી. જેમાં 22 મુસાફરો સવાર હતા. થર્મલ સ્ક્રીનિંગ દરમિયાન મોટાભાગના મુસાફરોનું તાપમાન વધારે હતું. જે બાદ તેમના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.સોમવારે સાંજે તમામના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા. હવે આ મુસાફરોના સંપર્કમાં આવેલા લોકોને શોધવામાં આવી રહ્યાં છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે, મંગળવારે છેલ્લા 24 કલાકમાં 40,715 નવા કેસો નોંધાતા અને 199 લોકોના મોતથી હાહાકાર મચી ગયો છે. દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,16,86,796 પર પહોંચી છે. જ્યારે કુલ રિકવરી 1,11,81,253 પર પહોંચી છે.કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,45,377 છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,60,166 પર પહોંચ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch