Sun,17 November 2024,4:58 pm
Print
header

ગુજરાતનો આ જિલ્લો 100 ટકા બન્યો કોરોનામુક્ત, છેલ્લા 10 દિવસમાં કોરોનાનો એક પણ કેસ નહીં

હાલ કોરોનાનો કોઈ દર્દી હોમ આઈસોલેશનમાં કે હોસ્પિટલમાં સારવાર હેઠળ પણ નહીં

આગામી સમયમાં કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની માર્ગદર્શિકાનું પાલન કરવા આરોગ્ય વિભાગની અપીલ

પાટણઃ ઘાતક સાબિત થયેલી કોરોના વાયરસના સંક્રમણની બીજી લહેરનો પાટણ જિલ્લામાં અંત આવ્યો છે છેલ્લા દસ દિવસમાં જિલ્લામાં કોવિડ-19 નો એક પણ નવો કેસ ન નોંધાવાની સાથે એક પણ દર્દી હોમ આઈસોલેશનમાં કે હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી. આરોગ્ય વિભાગ અને જિલ્લા વહિવટી તંત્રના વિવિધ વિભાગોના સહકારથી પાટણ જિલ્લામાં કોવિડ-19 ના એક્ટિવ કેસોની સંખ્યા શૂન્ય થઇ ગઇ છે.

પાટણ જિલ્લા આરોગ્ય વિભાગ અને વહિવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા સંકલનમાં રહીને કરવામાં આવેલી ઉત્તમ આરોગ્યલક્ષી કામગીરીને પરિણામે પાટણ જિલ્લો કોરોનામુક્ત થયો છે. વિશ્વભરના દેશોને ભરડામાં લેનારા કોરોના વાયરસની બીજી લહેર વધુ ઘાતક પુરવાર થઈ હતી ગ્રામ્ય વિસ્તારોમાં 5,867 તથા શહેરી વિસ્તારોમાં 4,794 કેસ મળી જિલ્લામાં અત્યાર સુધીમાં કોવિડ-19 ના કુલ 10,661 કેસ નોંધાયા છે.

નિષ્ણાંતોના મતે કોરોના વાયરસની ત્રીજી લહેર આવવાની પૂરી સંભાવનાઓ છે ત્યારે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઈઝેશન સહિતની કોરોનાની ગાઇડલાઇનનું પાલન જરૂરી છે.રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch