Mon,18 November 2024,6:03 am
Print
header

ફરી કલંકિત થયું પાટણ, સ્કૂલમાં ગળામાં ચપ્પુ રાખીને ત્રણ નરાધમોએ કિશોરી પર કર્યો ગેંગરેપ

પાટણઃ થોડા વર્ષો પહેલા જ સ્કૂલની વિદ્યાર્થીની સાથે બળાત્કારની ઘટનાથી ગુજરાત આખું હચમચી ગયું હતુ હવે આ જ પાટણમાં વધુ એક સનસનીખેજ ગેંગરેપની ઘટના બની છે. સાંતલપુર તાલુકાની એક સ્કૂલની પાછળના ભાગમાં ટોઇલેટમાં કિશોરીને ચપ્પુ બતાવીને તેની સાથે ગેંગરેપ કરાયો હોવાની ઘટના સામે આવી છે. અંદાજે એક મહિના પહેલાની આ ઘટનામાં ત્રણ શખ્સોએ ગેંગરેપ કરીને કિશોરીનો વીડિયો પણ ઉતાર્યો છે આ હેવાનોના કારનામાથી કિશોરીના પરિવાર પર આભ ફાટ્યું છે.

ત્રણેય શખ્સોએ વીડિયોને આધારે કિશોરીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતુ. બાદમાં કિશોરી આ નરાધમોના વશમાં ન થતા તેનો અશ્લિલ વીડિયો વાઇરલ કરી દીધો હતો જેથી કિશોરીના ભાઇએ સાંતલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે નરાધમોની શોધખોળ શરૂ કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch