Thu,14 November 2024,11:22 pm
Print
header

પાટણ,મહેસાણા અને બનાસકાંઠામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વાવમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યા

બનાસકાંઠાઃ અરબ સાગરમાં સર્જાયેલું બિપરજોય વાવાઝોડું કચ્છમાં તબાહી મચાવીને રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે,  વાવાઝોડાની અસરને લઇને કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં ધોધમાર વરસાદ સાથે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.

બનાસકાંઠાના વાવના તળાવ ગામમાં મુશળધાર વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યાં છે. ઘરોમાં પાણી ઘૂસતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ ઘરવખરી પણ પલળી ગઈ છે. તેમજ ભાભરમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ભૂજમાં પણ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.

બિપરજોય વાવાઝોડાની અસરને લઇને રાજકોટ શહેર સહિત, ગોંડલ, જેતપુર, ઉપલેટા સહિત અન્ય તાલુકામાં મોડીરાતથી ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જેમાં જસદણ 24, ગોંડલ 36, જામકંડોરણા 85, ઉપલેટા 149, ધોરાજી 97, અને જેતપુર 49  મિમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે અનેક સ્થળે પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પાટણ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, રાધનપુર 29 મીમી, સંતાલપુર 13 મીમી, સિદ્ધપુર 8 મીમી,   પાટણ 21 મીમી, હારીજ 11 મીમી, વરસાદ નોંધાયો છે. રાધનપુર અને છેવાડાના ગામ સાંતલપુરમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. નખત્રાણામાં ધોઘમાર વરસાદ શરૂ થયો છે. મહેસાણામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.

કચ્છ અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં ગાંધીધામમાં 8 ઇંચ, ભૂજમાં 6 ઇંચ, અંજાર-મુન્દ્રામાં 5 ઇંચ, ભચાઉ-માંડવીમાં અઢી ઇંચ, નખત્રાણામાં 2 ઇંચ, અબડાસામાં દોઢ ઇંચ, રાપરમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. ભૂજમાં ભારે વરસાદ અને ભારે પવનના લીધે ભારે નુકસાન થયું છે. ભૂજના રસ્તાઓ પર ઠેર ઠેર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા છે. ગત સાંજથી ભૂજમાં વરસાદી માહોલ જામ્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch