Sat,21 September 2024,8:35 am
Print
header

અમેરિકા ફરવા ગયેલા પાટણના દર્શિલ ઠક્કરનું અકસ્માતમાં મોત, રોડ ક્રોસ કરતી વખતે સિગ્નલ ખૂલી જતાં 14 ગાડીઓ ફરી વળી- Gujarat Post

પાટણઃ મૂળ પાટણનો અને વડોદરામાં નોકરી કરતો દર્શિલ ઠક્કર અમેરિકામાં ફરવા માટે ગયો હતો. 31મી જુલાઈએ તે વોકિંગ કરવા માટે નીકળ્યો હતો, આ દરમિયાન રોડ ક્રોસ કરવા જઈ રહ્યો હતો અને તેને ખબર ન પડી કે સિગ્નલ ખુલી ગયું છે ત્યારે જ જ તેના પર ગાડીઓ ફરી વળી હતી. એક પછી એક એમ 14 કાર તેના પર ફરી વળી હતી. મિત્ર દ્વારા પરિવારને માહિતી આપવામાં આવી હતી કે દર્શિલનો અકસ્માત થયો છે અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે, જ્યાં તેનું મોત થયું હતું.

દર્શિલનો અકસ્માત એટલો ભયાનક હતો કે તેનો મૃતદેહ ભારત લાવી શકાય તેમ નથી, તેના અંતિમ સંસ્કાર અમેરિકામાં જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. અમેરિકા પહોંચીને દર્શિલ પિતાને ફોન પર કહેતો હતો કે તે ઘરના બધા લોકોને હું એક દિવસ અમેરિકા લઇ આવીશ.

દર્શિલના મોતના સમાચાર બાદ PMOમાંથી પણ વિગતો મંગાવવામાં આવી હતી અને પરિવારને બધી મદદની તૈયારી બતાવવામાં આવી હતી. જો કે અમેરિકામાં તેનું પોસ્ટમોર્ટમ થયા બાદ ડૉક્ટરોએ જણાવ્યું કે તેનો મૃતદેહ ભારત લઈ જઈ શકાય તેમ નથી. તેથી પરિવારે અંતિમ સંસ્કારમાં અમેરિકામાં જવાનો નિર્ણય કર્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch