Sat,16 November 2024,11:59 am
Print
header

Breaking News- રશિયાએ કરેલા હુમલામાં પોતાના 300 નાગરિકોનાં મોતનો યુક્રેનનો દાવો- Gujarat Post

યુક્રેનઃ રશિયાએ આખરે યુદ્ધની શરૂઆત કરીને દુનિયાને હચમચાવી નાખી છે, ત્રીજા વિશ્વયુદ્ધના ભણકાર વાગી રહ્યાં છે. યુક્રેનના 10 શહેરોમાં બેલેસ્ટિક મિસાઇલથી હુમલા કરવામાં આવ્યાં છે, જેના અનેક વીડિયો સામે આવ્યાં છે, આ હુમલામાં યુક્રેનના 300 નાગરિકો માર્યા ગયાનો દાવો કરાયો છે, રાતના સમયે આ હુમલા શરૂ કરાયા છે. મૃતકોમાં યુક્રેનના સૈનિકો પણ છે.

રશિયાએ ખાસ કરીને યુક્રેનના સૈન્ય ઠેકાણાંઓ પર હુમલા કરી દીધા છે. આ હુમલામાં યુક્રેનની નેવીને અને કેટલાક શહેરોના સૈન્ય અડ્ડાઓને મોટું નુકસાન થયું છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું છે કે અમારી વચ્ચે જે પણ દેશ આવશે તેમને છોડવામાં આવશે નહીં, તેમને નાટો અને અમેરિકાને પણ ધમકી આપી દીધી છે, બીજી તરફ નાટો દેશો રશિયા સામે કંઇ રીત કાર્યવાહી કરવી તેના પર મંથન કરી રહ્યાં છે, અમેરિકી સૈન્ય પણ યુક્રેનની નજીક જ છે જેથી રશિયા સામે કોઇ મોટી કાર્યવાહી થઇ શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch