Sat,16 November 2024,6:23 am
Print
header

જનતાની માઠી દશા બેઠી, CNGમાં રૂપિયા 6.45નો ભાવ વધારો, પેટ્રોલ-ડીઝલમાં પણ વધ્યાં ભાવ- Gujarat Post

મોંઘવારીનો વધુ એક માર

CNGના ભાવમાં રૂપિયા 6.45નો ભડકો 

પેટ્રોલ-ડીઝલ પણ થયા મોંઘા  

અમદાવાદઃ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો પછી ફરી એક વખત જનતાની માઠી દશા બેઠી છે. ગુજરાતમાં CNGમાં રૂપિયા 6.45નો ભાવવધારો ઝીંકાયો છે, પેટ્રોલમાં 80 પૈસા અને ડીઝલમાં 82 પૈસાનો ભાવ વધારો કરાયો છે, ગુજરાત ગેસ દ્વારા CNGના ભાવમાં કીલો દીઠ રૂપિયા 6.45નો વધારો કરાતા નવો ભાવ 76.98 રૂપિયા થયો છે. જેથી હવે સીએનજી વાહન ધારકોએ પહેલા કરતા વધુ રૂપિયા ખર્ચવા પડશે. આ ભાવવધારો 6 એપ્રિલની મધ્ય રાતથી અમલી થયો છે.

પેટ્રોલના ભાવ ફરીથી રૂપિયા 105 પ્રતિ લિટરની આસપાસ પહોંચી ગયા છે અને ડીઝલ પણ 100 રૂપિયાને પાર કરી ગયું છે. અમદાવાદ સહિતના રાજ્યોના શહેરોમાં સીએનજી, પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચતા લોકોમાં આક્રોશ છે, મોદી સરકારના રાજમાં વારંવાર ઇંધણમાં ભાવવધારો થઇ રહ્યો છે.જનતા મોંઘવારીના રાક્ષસથી ત્રાહિમામ થઇ રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch