Thu,14 November 2024,10:59 pm
Print
header

પીએમ મોદીએ રચ્યો ઈતિહાસ, યુએસ સંસદને બે વાર સંબોધન કરનારા ભારતના પ્રથમ નેતા બન્યાં

વોંશિગ્ટનઃ અમેરિકાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે અમેરિકી સંસદમાં ઈતિહાસ રચ્યો હતો. મોદીએ બીજી વખત અમેરિકી સંસદને સંબોધન કર્યું. આ સાથે મોદી અમેરિકી સંસદને સંબોધન કરનાર ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યાં છે. યુએસ સંસદમાં પીએમ મોદીના લગભગ 58 મિનિટના ભાષણ દરમિયાન તેમણે 15 વખત સ્ટેન્ડિંગ ઓવેશન મેળવ્યું. તેમના ભાષણ દરમિયાન 79 વખત તાળીઓ પડી હતી. મોદીએ તેમના ભાષણમાં જણાવ્યું કે કેવી રીતે ભારત-અમેરિકાની મિત્રતા નવી ઊંચાઈઓ સર કરી રહી છે.

વડાપ્રધાન મોદી અમેરિકાની સરકારી મુલાકાતે છે, આ પહેલા મનમોહન સિંહ નવેમ્બર 2009માં અમેરિકાની મુલાકાતે ગયા હતા અને જૂન 1963માં રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન. જો કે અત્યાર સુધી કોઈ પણ ભારતીય વડાપ્રધાને અમેરિકી સંસદને બે વાર સંબોધન કર્યું નથી. વિશ્વના માત્ર કેટલાક પસંદગીના નેતાઓએ યુએસ સંસદમાં બે વાર સંબોધન કર્યું છે.

પીએમ મોદી બેન્જામિન નેતન્યાહુ પછી બીજા ક્રમે છે

પીએમ મોદી અમેરિકી સંસદને બે વાર સંબોધન કરનાર પ્રથમ ભારતીય પીએમ બન્યાં છે. બેન્જામિન નેતન્યાહુ પછી ઈઝરાયેલના પીએમ બીજા ક્રમે છે, જેમણે ત્રણ વખત સંબોધન કર્યું છે. ભૂતપૂર્વ બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ અને દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા વિશ્વના એવા કેટલાક નેતાઓમાં સામેલ છે જેમણે યુએસ સંસદને બે વાર સંબોધિત કર્યું છે.

2016માં મોદીએ આપી હતી સ્પીચ

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂન 2016માં અમેરિકાની મુલાકાત દરમિયાન યુએસ કોંગ્રેસ એટલે કે યુએસ સંસદને સંબોધન કર્યું હતું. 7 વર્ષ પહેલા પીએમ મોદી યુએસ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરનાર દેશના 5મા ભારતીય વડાપ્રધાન હતા. તેમના પહેલા વડાપ્રધાન મનમોહન સિંહે 19 જુલાઈ 2005ના રોજ યુએસ સંસદના સંયુક્ત સત્રને, 14 સપ્ટેમ્બર 2000ના રોજ અટલ બિહારી વાજપેયી, 18 મે 1994ના રોજ પીવી નરસિમ્હા રાવ અને 13 જુલાઈ 1985ના રોજ રાજીવ ગાંધીએ સંબોધિત કર્યાં હતા.

પીએમ મોદીએ ધીરજથી સવાલ સાંભળ્યો, પછી આપ્યો આ જવાબ

વિદેશી પત્રકારે પીએમ મોદીને ભારતમાં લઘુમતીઓ સાથે કથિત ભેદભાવ સાથે જોડાયેલ એક પ્રશ્ન પૂછ્યો હતો.તેના પર પીએમ મોદીએ ધીરજથી તે મહિલા પત્રકારનો સવાલ સાંભળ્યો અને પછી જવાબ આપવાનું શરૂ કર્યું. પીએમ મોદીએ કહ્યું કે 'લોકશાહી આપણી નસોમાં છે. આપણે લોકશાહી જીવીએ છીએ. આપણી લોકશાહીમાં જાતિ, સંપ્રદાય કે ધર્મના આધારે કોઈની સાથે ભેદભાવ કરવાનો પ્રશ્ન જ નથી.

રાષ્ટ્રપતિ તરફ ઈશારો કરતા પીએમ મોદીએ કહ્યું કે 'જેમ કે રાષ્ટ્રપતિ બાઇડેને કહ્યું કે લોકશાહી ભારત અને અમેરિકાના ડીએનએમાં છે. તેથી ભેદભાવનો પ્રશ્ન જ નથી. આપણા દેશ સંવિધાન પર ચાલે છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે 'અમારી સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ, દરેકનો વિશ્વાસ, દરેકના પ્રયાસના સિદ્ધાંત પર ચાલે છે અને ભારતના લોકતાંત્રિક મૂલ્યોમાં કોઈ ભેદભાવ નથી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch