Fri,01 November 2024,12:49 pm
Print
header

કોંગ્રેસે 40 વર્ષ સુધી નર્મદાનું પાણી રોકી રાખ્યું, હવે એક ભાઇ નર્મદા વિરોધીના ખભે હાથ મુકીને ફરે છેઃ મોદી

ભાવનગરઃ મોદીએ સૌરાષ્ટ્રના ભાવનગરમાં કૃષ્ણસિંહજી મહારાજને યાદ કરીને પ્રજાને સંબોધન કર્યું હતું. ગુજરાત સુરક્ષિત, સદભાવનાવાળું, એકતાનું પ્રતિક બની રહ્યું છે, આપણું આખું ગુજરાત એકજૂટ થયુ અને ભાગલાવાદી શક્તિને ગુજરાતે રોકી દીધી છે, જેથી કોંગ્રેસની વિદાય થઇ ગઇ છે. કોંગ્રેસે જો ગુજરાતની જનતાનો વિશ્વાસ જીતવો હશે તો ભાગલા કરો અને રાજ કરોની નીતિ છોડવી પડશે. કોંગ્રેસે જાતિવાદ, વોટબેંક, કોમવાદના રંગ છોડવા પડશે. નર્મદાનું પાણી, સૌની યોજના, સુજલામ સુફલામ યોજનાએ ગુજરાતમાં જળ સંકટ ખતમ કર્યું છે. કોંગ્રેસે ખૂબ પ્રયત્નો કર્યા કે નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર ન પહોંચે પરંતુ અમે તેમની સામે જુક્યાં નથી અને અમે પાણી સૌરાષ્ટ્રમાં પહોંચાડ્યું, જે લોકોએ કચ્છ- કાઠિયાવાડને તરસ્યુ રાખ્યું. 40 વર્ષ સુધી નર્મદાનું પાણી રોકી રાખ્યું, તેવા લોકોના ખભે હાથ મૂકીને એક વ્યક્તિ પદયાત્રા કરી રહ્યાં છે. આ વાત ગુજરાત કયારેય માફ નહી કરે. રાહુલ ગાંધી નર્મદા વિરોધી મેઘા પાટકરના ખભે હાથ મુકીને ચાલી રહ્યાં હતા. જેમના પર મોદીએ આ પ્રહાર કર્યો છે.

મોદીએ કહ્યું કે, 20 વર્ષ પહેલાની વાત કરીએ તો એક સિઝનમાં 17 લાખ કપાસની ગાંસડી થતી હતી આજે આ આંકડો 1 કરોડ 10 લાખ ગાંસડી પર પહોંચ્યો છે. ફળોના ઉત્પાદનમાં ગુજરાતે ત્રણ ગણી વૃદ્ધી કરી છે. આજે 13 લાખ કરતા વધારે ખેડૂતો ટપક સિંચાઇનો ઉપયોગ કરી રંહ્યા છે. હવે ખેતરોમાં સોલર પંપનો ઉપયોગ વધારાયો છે.  

આ વખતની ચૂંટણીમાં જંગી મતદાન કરી ભાજપને મત આપજોઃ મોદી 

મોદીએ કહ્મું કે મહાત્મા ગાંધીને યાદ કરીને હેરિટેજ સર્કિટ બનાવવાની દિશામાં કામ કરી રહ્યાં છીએ,  જે આ પંથક ટુરિઝમનું નવુ ક્ષેત્ર બનશે.કોંગ્રેસે ગામડાઓને ભુલવાનું જ કામ કર્યું છે. ભાજપ સરકારે ગામડાઓમાં ઇન્ટરનેટ, મોબાઇલ કનેકટીવિટી, ઓનલાઇન સર્વિસ માટે કામ કર્યું છે.2014 પહેલા કોંગ્રેસની સરકાર હતી ત્યારે માત્ર 60 ગ્રામ પંચાયતોમાં ઓપ્ટીકલ ફાઇબર નાખવામાં આવ્યો હતો, ભાજપ સરકારમાં 8 વર્ષમાં 3 લાખ ગ્રામ પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઇબર અને બ્રોડબેન્ડ કનેકટીવીટ કરાઇ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch