Thu,14 November 2024,10:55 pm
Print
header

PM મોદી ઇજિપ્તના પ્રવાસે, દેશના ગ્રાન્ડ મુફ્તીએ મોદીના કર્યાં વખાણ

કહિરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈજીપ્તની પ્રથમ મુલાકાતે કહિરા પહોંચ્યાં હતા. આ વર્ષે જાન્યુઆરીમાં ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીની ભારતની મુલાકાતથી બંને દેશો સંરક્ષણ સંબંધો વધારવા, આતંકવાદ વિરોધી સહયોગ, કટ્ટરપંથી અને ઉગ્રવાદ સામે લડવાના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરીને વ્યૂહાત્મક સહયોગમાં જોડાયેલા છે.1997 પછી ભારતીય વડાપ્રધાન દ્વારા પીએમ મોદીની ઈજિપ્તની પ્રથમ મુલાકાત છે. બંને દેશો દ્વારા સંયુક્ત રીતે શાંતિ અને સહિષ્ણુતાના મૂલ્યોને પ્રોત્સાહન આપવાના પ્રયાસો વચ્ચે પીએમ મોદીએ ઇજિપ્તના ગ્રાન્ડ મુફ્તી શૌકી ઇબ્રાહિમ અલ્લામ સાથે મુલાકાત કરી હતી. જેમણે સમાન ધર્મ અને બહુમતિવાદને પ્રોત્સાહન આપવા માટે મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે તેઓએ ભારત અને ઇજિપ્ત વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંબંધો અંગે ચર્ચા કરી હતી. સમાજમાં સામાજિક અને ધાર્મિક સંવાદિતા, ઉગ્રવાદ અને કટ્ટરવાદનો સામનો કરવા સંબંધિત મુદ્દાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. મોદીએ અલ્લામને કહ્યું કે ભારત દાર-અલ-ઇફ્તામાં આઇટી માટે એક સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરશે.જે ઇજિપ્તના સામાજિક ન્યાય મંત્રાલય હેઠળ છે.અલ્લામે ભારત સાથેના સંબંધો વધારવાના રાષ્ટ્રપતિના પ્રયાસોને સમર્થન આપ્યું છે.

પીએમ મોદીએ અગાઉ ઇજિપ્તના વડાપ્રધાન મુસ્તફા મદબૌલી સાથે મુલાકાત કરીને દેશની તેમની પ્રથમ રાજ્ય મુલાકાતની શરૂઆત કરી હતી. જેમણે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. ભારતીય વડાપ્રધાનનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. PM મોદી રવિવારે રાષ્ટ્રપતિ સીસી સાથેની મુલાકાત પહેલા જૂના કહિરામાં શિયા અલ-હકીમ મસ્જિદની પણ મુલાકાત લેશે. જેનું સમારકામ બોહરા સમુદાય દ્વારા કરવામાં આવ્યું હતું અને આ વર્ષની શરૂઆતમાં ઇજિપ્તની સરકાર દ્વારા તેને ફરીથી ખોલવામાં આવ્યું હતું. સરકારી અધિકારીઓના જણાવ્યાં અનુસાર, મદબૌલી સાથેની બેઠકમાં વેપાર, રોકાણ, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, આઇટી, ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ, ફાર્મા અને લોકો-થી-લોકો સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

ઇજિપ્તના ગ્રાન્ડ મુફ્તી, ડૉ. શૌકી ઇબ્રાહિમ અબ્દેલ-કરીમ અલ્લામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ ભેટ આપી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch