Fri,01 November 2024,12:50 pm
Print
header

કોંગ્રેસ એટલે કચ્છની દુશ્મન પાર્ટી, મોદીએ કહ્યું કચ્છમાં પાણી ન પહોંચે તે માટે આ લોકોએ અનેક ષડયંત્રો કર્યાં

કચ્છની પહેલી પ્રાથમિકતા પાણી હતી પરંતુ કચ્છમાં પાણી ન પહોંચે તે માટે ખેલ કરતા હતા

કચ્છને પાણી ન મળે તે માટે ષડયંત્ર થતા હતા 

ભૂજઃ મોદીએ કચ્છમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં હતા, કોંગ્રેસ એટલે કચ્છની ઘોર દુશ્મન, કચ્છની પહેલી પ્રાથમિકતા પાણી હતી, પરંતુ કચ્છમાં પાણી ન પહોંચે તે માટે આ લોકો ખેલ કરતા હતા, કચ્છને પાણી ન મળે તે માટે ષડયંત્રો થતા હતા.મોદીએ કહ્યું તમારો દિકરો ગાંઘીનગરમાં બેઠો અને ઉપવાસ પર બેસીને ડેમની ઉંચાઇ વધારવા લડત આપી હતી. અને અહીં નર્મદાનું પાણી પહોંચાડ્યું હતુ, ભાજપ માત્ર વાતો નથી કરતું, એક વાર કહીએ તો કામ કરીને જ રહીએ છીએ. આજે કચ્છમાંથી દાડમ, ખજૂર, કમલમ, કેરી એકસપોર્ટ થાય છે. આજે કચ્છની ખેતપેદાશ દુનિયામાં ડંકો વાગાડી રહી છે. 2023માં આખી દુનિયા મોટા અનાજના વર્ષની ઉજવણી કરશે અને બાજરી, જુવાર, રાગીનો ડંકો વાગશે. સરકારે પશુઓને થતા રોગચાળાને અટકાવવા 14 હજાર કરોડ રૂપિયા ખર્ચવાનું નક્કી કર્યું છે. જેમ માણસોના આધારકાર્ડ છે તેમ પશુઓને ઓળખ મળશે.

અંજારમાં મોદીએ કર્યો ભાજપના ઉમેદવારોનો પ્રચાર 

આ વખતે પણ ભાજપને જીતાડજોઃ મોદી 

કચ્છમાં ત્રણ મહિનામાં પાંચ લાખ ટુરિસ્ટ આવ્યાં છે. અહી સ્મૃતિવન બન્યું છે, આ ભૂજિયો ડુંગર એક જમાનામાં સુકો ભટ્ટ હતો. પરંતુ મોદી સરકારના વિઝનથી કચ્છને નવું ફેફસું મળ્યું છે. અત્યાર સુધીમાં એક લાખ લોકોએ આ સ્મૃતિવનની મુલાકાત કરી છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં મુંબઇ જેવા જમીનોના ભાવ થઇ ગયા છે. 

મોદીએ વધુમાં જણાવ્યું કે  25 વર્ષ પહેલા કંડલાથી 7 કરોડ રૂપિયાનું એકસપોર્ટ થતું હતું. આજે 9 હજાર કરોડ રૂપિયાનું એક્સપોર્ટ થાય છે. મુદ્રા દેશના કાર્ગો હેન્ડલીંગમાં નંબર વન પર પહોંચ્યુ છે. ગ્રીન હાઇડ્રોજનથી ભવિષ્યમાં કાર ચાલવાની છે ગ્રીન હાઇડ્રોજનનું મોટું હબ કચ્છમાં બનવાનું છે. આ વખતની ચૂંટણીમાં પોલીંગ બુથમાં ઐતિહાસિક મતદાન કરીને ભાજપને જંગી મતોથી જીતાડજો. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch