Fri,01 November 2024,7:10 pm
Print
header

નિષ્ણાંતો કહે છે ગુજરાત ચૂંટણીને લઇને મોદી ચિંતિત, કમલમમાં BJP કોર ગ્રુપ સાથે કરી બેઠક- Gujarat post

CM પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ સહિતના નેતાઓ રહ્યાં હાજર

આપના વધતા જોર વચ્ચે પ્રધાનમંત્રી મોદીની મહત્વની બેઠક

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી મોદી મહાત્મા મંદિરનો કાર્યક્રમ પૂર્ણ કર્યાં બાદ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ પહોંચ્યા હતા. મોદીએ ગુજરાત ભાજપ કોર કમિટી સાથે બેઠક કરી હતી. અહી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કોર કમિટીના સભ્યો હાજર રહ્યાં હતા. પાટીલ, રૂપાણી, ભારતીબેન શિયાળ સહિતના નેતાઓ અહીં હાજર રહ્યાં હતા, અંદાજે 2 કલાક સુધી આ બેઠક ચાલી હતી. જેમાં 2022 વિધાનસભાની ચૂંટણીને લઇને મોદીએ પ્રદેશના નેતાઓને કામે લાગી જવા કહ્યું છે, આ સાથે જ કેટલાક મહત્વના સૂચનો કર્યાં છે. 

પ્રથમ વખત પ્રધાનમંત્રીએ કોર કમિટીના સભ્યો સાથે બેઠક કરી છે. વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપે અત્યારથી જ તમામ તૈયારીઓ શરુ કરી દીધી છે. ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટી સક્રિય હોવાને કારણે ત્રિપાંખિયો જંગ જામશે, ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ છે. ભાજપ હાલ એડીચોટીનું જોર લગાવી રહી છે. ચૂંટણી નજીક આવતા પીએમ મોદી, અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓનો  ગુજરાત પ્રવાસ વધારી દીધો છે.  

હાલમાં જ ભાજપે બે મંત્રીઓને કેબિનેટમાંથી હટાવ્યાં હતા અને તેમના ખાતા અન્ય મંત્રીઓને અપાયા છે, આ મામલે પણ મોદીએ બેઠકમાં કોઇ ટકોર કહી હોવાની વાત સામે આવી છે, મોદી ગુજરાત ચૂંટણીને લઇને ચિંતિત હોવાનું નિષ્ણાંતો કહી રહ્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch