Thu,14 November 2024,11:10 pm
Print
header

પીએમ મોદીને મળ્યાં બાદ એલોન મસ્કે કહ્યું, હું તેમનો ફેન છું, ભારતમાં ટેસ્લાના પ્રવેશને લઈને કરી આ જાહેરાત

ન્યૂયોર્કઃ યુએસ પ્રવાસના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂયોર્કમાં ટ્વિટર અને ટેસ્લા જેવી દિગ્ગજ કંપનીઓના વડા એલોન મસ્કને મળ્યાં હતા. આ અવસર પર મસ્ક અને પીએમ મોદી વચ્ચે ભારતમાં ટેસ્લાથી ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં રોકાણ પર ચર્ચા થઈ હતી. વડાપ્રધાનને મળ્યાં બાદ મસ્કે તેમના દિલ ખોલીને વખાણ કર્યાં હતા. પ્રેસ સાથે વાત કરતાં મસ્કે કહ્યું કે 'હું પીએમ મોદીનો ફેન છું. ભારતમાં વિશ્વના કોઈપણ મોટા દેશ કરતાં વધુ સંભાવનાઓ છે. તેથી જ હું ભારતના ભવિષ્યને લઈને અતિ ઉત્સાહિત છું. તેઓ આવતા વર્ષે ભારત આવશે.

ટેસ્લા ભારતમાં ક્યારે આવશે ??

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાં પછી મસ્કે કહ્યું, “વડાપ્રધાન સાથેની મુલાકાત ખૂબ જ સારી રહી અને મને તેઓ ખૂબ ગમે છે.” ટૂંક સમયમાં ભારતમાં પ્રવેશ કરીશ.”વોલ સ્ટ્રીટ જર્નલને આપેલા ઇન્ટરવ્યું દરમિયાન મસ્કને પૂછવામાં આવ્યું કે શું ઓટોમેકર ભારતીય બજારમાં રસ છે. તેમને કહ્યું કે ટેસ્લા આ વર્ષના અંત સુધીમાં ભારતમાં તેની ફેક્ટરી સ્થાપવા માટેનું સ્થાન નક્કી કરે તેવી શક્યતા છે. મોદી 2015માં અમારી ટેસ્લા ફેક્ટરીમાં આવ્યાં હતા. તેથી અમે થોડા સમયથી એકબીજાને ઓળખીએ છીએ. વડા પ્રધાન અગાઉ 2015 માં કેલિફોર્નિયામાં ટેસ્લા મોટર્સ ફેક્ટરીની મુલાકાત દરમિયાન મસ્કને મળ્યાં હતા.

એલોન મસ્ક આવતા વર્ષે ભારત આવશે

મોદીને મળ્યાં બાદ ટ્વિટરના વડા મસ્કે કહ્યું, "પીએમ મોદી ખરેખર ભારતની ચિંતા કરે છે. તેઓ અમને ભારતમાં મોટું રોકાણ કરવા માટે પ્રેરિત કરી રહ્યાં છે. જ્યાં સુધી અમારો સંબંધ છે, અમે માત્ર યોગ્ય સમયની રાહ જોઈ રહ્યાં છીએ." મસ્કએ કહ્યું કે તેમના કંપનીઓ ભારત માટે કામ કરવા માંગે છે. તેઓ આવતા વર્ષે ભારતની મુલાકાત લેશેતે અને ભારતમાં રોકાણ કરશે.

સ્ટારલિંક સેવાઓ ટૂંક સમયમાં ભારતમાં શરૂ થશે

ઇલોન મસ્કે આ અવસર પર પોતાની સેટેલાઇટ બ્રોડબેન્ડ સર્વિસ સ્ટારલિંકને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ભારતમાં ટૂંક સમયમાં સ્ટારલિંક ઈન્ટરનેટ દાખલ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. સ્ટારલિંક મસ્કના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સમાંથી એક છે. સ્ટારલિંક અવકાશમાં ઉપગ્રહોની મદદથી બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડે છે. સ્ટારલિંક ઉપરાંત ભારતી એરટેલ પણ આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં તેની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા વનવેબ શરૂ કરવાની તૈયારી કરી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch