Sat,16 November 2024,8:12 am
Print
header

વીડિયો, પેપર લીકની ઘટનાઓથી વ્યથિત જૂનાગઢના યુવકે બનાવી કવિતા- Gujarat Post

(તસવીર અને વીડિયો સૌજન્યઃ અર્જુન મોઢવાડિયા ટ્વિટર)

  • ગુજરાતમાં સમયાંતરે જે તે પરીક્ષાના પેપર લીક થતાં લાંબા સમયથી મહેનત કરતાં યુવાનોના સપનાઓ પર પાણી ફરી વળે છે 
  • પેપર લીકની ઘટનાથી વ્યથિત થઈ ઉઠેલા જૂનાગઢના યુવકે કવિતા રૂપે કંડારી વેદના રજૂ કરી છે

જુનાગઢઃ રાજ્યમાં અવારનવાર પેપર લીકના કૌભાંડો સામે આવતા હોય છે.થોડા દિવસ પહેલા વનરક્ષક પરીક્ષાનું પેપર લીક થયાના આરોપ આપ અને કોંગ્રેસે લગાવ્યાં છે. જેને લઇને ભાજપ સરકાર સામે અનેક તર્ક-વિતર્કો ઉભા થયા છે.ગુજરાતમાં અગાઉ પણ અનેક વખત પેપર લીક થયા છે.જેથી લાંબા સમયથી મહેનત કરતાં અને સરકારી નોકરીની રાહ જોતા યુવાનોના સપનાઓ પર પાણી ફરી વળે છે.

ગુજરાતમાં છાસવારે બનતી પેપર લીકની ઘટનાને લઈ જૂનાગઢના જયદીપ રાનવાએ યુવાનોની વેદના રજૂ કરી છે.જેમાં બાપ-દીકરાનો સંવાદ ખૂબ જ દર્દનાક રીતે રજૂ કર્યો છે. ગુજરાતમાં પરીક્ષા લેવાય તે પહેલા જ પેપરો લીક (Paper Leak) થવાની ઘટના સામાન્ય બની ગઇ હોય તેમ અવારનવાર પેપરો લીક થયા છે. અત્યાર સુધીમાં આશરે ડઝનથી વધુ પરીક્ષાના પેપર લીક થયા છે.

ભરતી પરીક્ષા અંગેના અનેક કૌભાંડો લોકોની સામે છે. તેમ છતાં આરોપીઓ સામે કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી. એક વખત પરીક્ષાનું પેપર ફૂટે તો તેનો દોષ અસામાજિક તત્ત્વોને આપી શકાય. પરંતુ આટલી બધી વખત જ્યારે પેપર ફૂટે ત્યારે સરકારી તંત્ર અને પરીક્ષા યોજતા બોર્ડ પર પણ સવાલ ઉભા થાય છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch