Sat,16 November 2024,4:56 am
Print
header

LIC ના IPO એ રોકાણકારોને કર્યાં નિરાશ, જાણો શું કહે છે એક્સપર્ટ- Gujarat Post

(ફાઈલ તસવીર)

એલઆઈસીનું નબળું લિસ્ટિંગ

મધ્યમથી લાંબા ગાળા માટે શેર લાભદાયક હોવાનો નિષ્ણાતોનો મત

મુંબઈઃ દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની એલઆઈસીના આઈપીઓના લિસ્ટિંગના પ્રથમ દિવસે જ રોકાણકારોને નિરાશા હાથ લાગી છે. બીએસઈ પર  કંપનીનો શેર 81.80 રૂપિયા ડિસ્કાઉન્ટ એટલે કે 8.62 ટકા તૂટીને 867.20 રૂપિયા પર લિસ્ટ થયો છે. એનએસઈ પર 8.11 ટકાના ઘટાડા સાથે 872 રૂપિયા પર લિસ્ટ થયો છે. આ પહેલા એલઆઈસીનો શેર પ્રી માર્કેટમાં 12 ટકા તૂટ્યો હતો .

એલઆઈસી આઈપીઓનું બિડિંગ 4 થી 9 મે દરમિયાન થયું હતું. એલઆઈસી આઈપીઓ 2.94 ગણો ભરાયો હતો. સરકારે પોતાના માલિકીની એલઆઈસીમાં આઈપીઓ દ્વારા 3.5 ટકા હિસ્સો વેચ્યો છે. સરકારે આઈપીઓ દ્વારા અંદાજે 20,500 કરોડ રૂપિયા એકત્ર કર્યાં છે.

નિષ્ણાતોનાં મતે એલઆઈસીનું નબળું લિસ્ટિંગ થવાના અનેક કારણો છે. રોકાણકારોએ ગભરાયા વગર મધ્યમગાળા માટે આ શેર રાખી મુકવા જોઈએ તેવું નિષ્ણાંતો માને છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch