Mon,18 November 2024,6:13 am
Print
header

17 મેના રોજ ખૂલશે કેદારનાથ ધામના કપાટ, ગત વર્ષે 1.35 લાખ લોકોએ નમાવ્યું હતું શીશ

કેદારનાથઃ કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતીક ભગવાન કેદારનાથ ધામના કપાટ 17 મેના રોજ ખુલશે. ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડે આ જાણકારી આપી છે. ગત વર્ષે નવેમ્બરમાં કેદારનાથ ધામના કપાટ પરંપરા મુજબ અને વૈદિક ઉચ્ચારણ સાથે 6 મહિના માટે બંધ કરવામાં આવ્યાં હતા.

વરસાદ અને બરફવર્ષા વચ્ચે કેદારનાથ ધામના કપાટ ભાઈબીજના દિવસે બંધ કરવામાં આવ્યાં હતા. ગત વર્ષે 1,35,023 શ્રદ્ધાળુઓએ કેદારનાથના દર્શન કર્યાં હતા. ઉત્તરાખંડના ચમોલી ગઢવાલ જિલ્લામાં આવેલા ચાર ધામ પૈકીના એક બદરીનાથ મંદિરના કપાટ પણ 18 મેના રોજ સવારે ખોલવામાં આવશે. વસંત પંચમીના અવસર પર નરેંદ્રનગર રાજ મહલમાં મંદિરના કપાટ ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી. 18 મેના રોજ સવારે 4.15 વાગે દર્શનાથીઓ માટે મંદિરના કપાટ ખોલવામાં આવશે. કપાટ બંધ કરતાં પહેલા ભગવાનને ઉનના કપડા પહેરાવાય છે જેના પર ઘી લગાવવામાં આવે છે. શીતકાળમાં કપાટ બંધ થવાની દેવતાઓ દર્શન માટે આવતા હોવાની માન્યતા છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch