Sat,16 November 2024,6:15 am
Print
header

પ્રયાગરાજમાં પરિવારના 5 સભ્યોની હત્યાથી સનસનાટી, હત્યારાઓએ રૂમમાં લગાવી આગ- Gujarat Post

ઉત્તર પ્રદેશઃ પ્રયાગરાજમાં પરિવારના પાંચ સભ્યોની હત્યાનો એક સનસનાટીભર્યો કેસ સામે આવ્યો છે. તમામ લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી તપાસ શરૂ કરી છે. પ્રયાગરાજના થરવાઈના ખૈવજપુર ગામમાં એક જ પરિવારના પાંચ લોકોની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ દંપતીમાં તેમની પુત્રવધૂ અને 2 વર્ષની પૌત્રીનો સમાવેશ થાય છે. તમામ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં છે.

દુષ્કર્મ આચર્યા બાદ હત્યારાઓએ ઘરના રૂમમાં આગ લગાવી દીધી હતી.સવારે જ્યારે લોકોએ ઘરમાંથી ધુમાડો નીકળતો જોયો તો તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જે બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. મૃતકોમાં રામ કુમાર યાદવ (ઉ.વ 55), તેમના પત્ની કુસુમ દેવી (ઉ.વ 52), પુત્રી મનીષા (ઉ.વ 25), પુત્રવધૂ સવિતા (ઉ.વ 27) અને પૌત્રી મીનાક્ષી (ઉ.વ 2)નો સમાવેશ થાય છે. અન્ય એક પૌત્રી સાક્ષી (ઉ.વ 5) જીવિત મળી આવી છે.આ હત્યા કોણે અને શા માટે કરી તે અંગે હાલ કંઈ જાણવા મળ્યું નથી. પોલીસ અધિકારીઓ સ્થળ પર આવીને તપાસ શરૂ કરી છે.

બીજી તરફ 16 એપ્રિલના રોજ પણ આવી જ સનસનીખેજ ઘટના બની હતી. પ્રયાગરાજના નવાબગંજના ખગલપુર ગામમાં પ્રીતિ તિવારી (ઉ.વ 38), તેની ત્રણ પુત્રીઓ માહી (ઉ.વ 12), પીહુ (ઉ.વ 8) અને કુહુ (ઉ.વ 3) ની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી, પતિ રાહુલ તિવારી (ઉ.વ 42) ની લાશ બહાર લટકતી હાલતમાં મળી આવી હતી. તમામના મૃતદેહ ઘરની અંદર પડેલા મળી આવ્યાં હતા.ઘટના સ્થળેથી એક શંકાસ્પદ સ્યૂસાઇડ નોટ પણ મળી આવી હતી, ઘટના માટે સાસરિયાઓને જવાબદાર ઠેરવવામાં આવ્યાં હતા. પોલીસે નોટને  આધારે ગુનો નોંધ્યો હતો.જેમાં પતિએ પહેલા પરિવારની હત્યા કરીને પોતે આત્મહત્યા કરી હતી.

રાહુલ મૂળ કૌશામ્બીના ભડાવા ગામનો વતની હતો. તેની પત્ની અને પુત્રીઓ સાથે ખગલપુરમાં લગભગ અઢી મહિનાથી ભાડાના મકાનમાં રહેતો હતો.16 એપ્રિલના રોજ સવારે ઘણા સમય સુધી પરિવારને ન જોતા પાડોશીઓ ફોન કરવા આવ્યાં ત્યારે તેઓએ રાહુલને આંગણામાં લટકતો જોયો હતો.

અવાજ થતાં ગામલોકો એકઠા થઈ ગયા હતા.અંદર જઈને જોયું તો રૂમમાં પ્રીતિ અને ત્રણ દીકરીઓની લોહીલુહાણ હાલતમાં લાશ પડી હતી. પ્રીતિ અને ત્રણેય બાળકોનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને ઘરમાંથી જ બે પાનાની સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં સાસરી પક્ષના 11 લોકોના નામ લખવામાં આવ્યાં હતા.જેમની પર ત્રાસ આપવાનો આરોપ હતો. આ લોકોના ત્રાસથી મજબૂર થઈને જ મેં આ પગલું ભર્યું હોવાનું પણ લખ્યું હતુ.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch