Sat,16 November 2024,2:15 am
Print
header

રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની તારીખ થઇ જાહેર, 18મી જુલાઈએ થશે મતદાન- Gujarat Post

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખની જાહેરાતને લઈને ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. નામાંકન માટેની છેલ્લી તારીખ 29 જૂન છે, ત્યારબાદ 18 જુલાઈએ મતદાન થશે. પરિણામ 21 જુલાઈએ આવશે. રાષ્ટ્રપતિ ચૂંટણી-2017માં 17મી જુલાઈના રોજ મતદાન થયું હતું અને 20મી જુલાઈએ મતગણતરી થઈ હતી. ચૂંટણી પંચે કહ્યું કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈ સુધી છે. એટલે કે 24 જુલાઈ પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત 12 રાજ્યસભા સાંસદો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરતા નથી. 543 સભ્યોની લોકસભામાં 540 સાંસદો છે. ત્રણ બેઠકો ખાલી છે. તેના પર પસંદગીની પ્રક્રિયા પણ ચાલી રહી છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાની ખાલી પડેલી તમામ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. ચૂંટાયેલા સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાનો મત આપશે.

ચૂંટણી પંચે કહ્યું કે મત આપવા માટે ખાસ શાહીવાળી પેન આપવામાં આવશે. મતદારોએ એક, બે, ત્રણ લખીને તેમની પસંદગી દર્શાવવાની રહેશે. જો પ્રથમ પસંદગી આપવામાં નહીં આવે તો મત રદ કરવામાં આવશે. કોઈ પણ રાજકીય પક્ષ વ્હીપ જારી કરી શકશે નહીં હવે ભાજપ કોણે રાષ્ટ્રપતિના ઉમેદવાર બનાવે છે તેના પર સૌની નજર છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat sabarkatha arvali milk rate gujaratpost

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch