Fri,15 November 2024,9:45 am
Print
header

નકલી PSI ની ભરતીઃ આરોપીએ કહ્યું આવી રીતે મેં કરી હતી છેતરપિંડી

ગાંધીનગરઃ યુવા નેતા યુવરાજસિંહે આરોપ લગાવ્યાં હતા કે PSIની 16 માર્ચ 2021ની ભરતી માટે પસંદ થયેલા ઉમેદવારોમાં 10 જેટલા લોકોની ખોટી રીતે પસંદગી કરાઇ છે. આ લોકો હાલ કરાઈ ખાતે ટ્રેનિંગ પણ લઈ રહ્યાં છે,અંદાજે 40 લાખ રૂપિયા આપીને એક યુવક કોઈ પણ લેખિત કે શારીરિક પરીક્ષા આપ્યાં વગર કરાઈ પોલીસ એકેડેમીમાં પીએસઆઈ તરીકે તાલીમ લઈ રહ્યો છે. આ અંગેના પુરાવા મીડિયા સમક્ષ રજૂ કર્યાં હતા. ખોટા દસ્તાવેજોને આધારે આ યુવક જાન્યુઆરી મહિનાથી કરાઈ એકેડેમીમાં ટ્રેનિંગ લઈ રહ્યો હોવાનું બહાર આવ્યું હતું. ડભોડા પોલીસ મથકમાં આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યાં બાદ આરોપીની પૂછપરછ કરાઇ રહી છે.

કરાઇ પોલીસ એકેડમીના નિરૂભા રાણાએ ડભોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ દર અઠવાડીયે પો.ઇન્સ. દરજ્જાના અધિકારીને વિક ઓફિસર તરીકેની ફરજ બજાવવાની હોય છે. તાલીમાર્થીઓની હાજરી, ગેરહાજરી, તેઓના સૂચના મુજબ નિરાકરણ જેવી કામગીરી કરવાની હોય છે. ગુજરાત પોલીસ એકેડમી કરાઇ ખાતે હાલ તાલીમ લઇ રહેલા 2/2023ના પગાર બીલની વિસંગતતા જણાતા વહીવટી વિભાગ દ્વારા ચકાસણી કરતા ધ્યાન પર આવ્યું હતુ કે તાલીમાર્થી મયુર લાલજીભાઇ તડવીનું નામ ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની યાદીમાં નથી.

તેની સાથે તાલીમ લઇ રહેલા તાલીમાર્થીઓ સાથે મયુર લાલજી તડવીના સંપર્કો અંગેની ખાનગી રાહે તપાસ કરાઇ હતી.તેની પાસેથી કાળા કલરની બેગ મળી આવી હતી. જે બેગમાં 1 પ્રિન્ટ કરેલો પો.સ.ઇ. ભરતી બોર્ડ શારીરીક ક્ષમતા તથા માપ કસોટી માટેનો લેટર હતો. જેમાં લાલ અક્ષરે 5000 M.T. FAIL લખેલું હતુ, તેમાં મયુર લાલજીભાઇ તડવીનું નામ હતું.

આ બાબતે મયુર તડવીને પૂછતા તેણે જણાવ્યું હતું કે, પોતે આ પરીક્ષામાં નાપાસ થયો હતો. તે સોશિયલ મીડિયા દ્વારા મેહુલ કરશનભાઇ રાઠવાના સંપર્કમાં આવેલો અને તેઓને પો.સ.ઇ.નો નિમણુંક હુકમ મળતા તેની પી.ડી.એફ. મંગાવી મોબાઇલમાં ટેકનોલોજીના માધ્યમથી વિશાલસિંહ તેરશીંગભાઇ રાઠવાના નામ ઉપર એડિટીંગ કરી પોતાનું નામ, સરનામું ઉમેરી દીધું હતુ અને બનાવેલા ખોટા હુકમ દ્વારા કરાઇ ખાતે તાલીમ અર્થે પ્રવેશ મેળવી લીધો હતો. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch