Sat,16 November 2024,3:53 am
Print
header

પંજાબઃ ઈન્ટેલિજન્સ ઓફિસ પર ગ્રેનેડ હુમલો, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ - Gujarat Post

ચંદીગઢ: સોમવારે રાત્રે મોહાલીમાં પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ યુનિટના હેડક્વાર્ટર પર ગ્રેનેડ હુમલા બાદ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.પોલીસે ચંદીગઢ-મોહાલી બોર્ડરને સીલ કરી દીધી છે, તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પંજાબ પોલીસે ગ્રેનેડ હુમલા પાછળ આતંકીઓનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી છે. પોલીસ ટીમો આ મામલે તપાસ કરી રહી છે શહેરના સીસીટીવી કેમેરા સ્કેન કરવામાં આવી રહ્યાં છે. મુખ્યમંત્રી ભગવંત માને તમામ માહિતી મેળવવા માટે ડીજીપી અને અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે. ઊંડાણપૂર્વક તપાસના આદેશ આપી દીધા છે.

વિપક્ષના નેતાઓએ રાજ્યની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વાડિંગે આ ઘટનાની તપાસની માંગ કરી છે.શિરોમણી અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલે હુમલાની નિંદા કરીને કહ્યું છે કે આપની સરકારમાં સુરક્ષાની ખામીઓ છતી થઈ છે. પૂર્વ ગૃહમંત્રી સુખજિંદર સિંહ રંધાવાએ કહ્યું કે પંજાબનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ છે,ભાજપ અધ્યક્ષ અશ્વની શર્માએ ટ્વિટ કરીને આ મોટું ષડયંત્ર ગણાવ્યું છે.

સોમવારે રાત્રે લગભગ 7:45 વાગ્યે સેક્ટર 77 સ્થિત સ્ટેટ વિજિલન્સ ઓફિસ પરિસરમાં ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો.વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઓફિસ બિલ્ડિંગના કાચ તૂટી ગયા હતા. એક પોલીસ અધિકારીએ કહ્યું કે ઈન્ટેલીજન્સ બિલ્ડિંગ કોમ્પ્લેક્સમાં વિસ્ફોટ થયો છે. તપાસ ચાલુ છે, અમારા ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યાં છે, હુમલો ત્યારે થયો હતો જ્યારે ઓફિસમાં રજા હતી, મોટાભાગના કર્મચારીઓ બહાર હતા. પંજાબમાં સતત આતંકવાદી ગતિવિધિઓ વધી રહી છે. પંજાબ પોલીસે થોડા દિવસ પહેલા 1 કિલો આરડીએક્સ અને અન્ય વિસ્ફોટક સામગ્રી સાથે 2 લોકોની ધરપકડ કરી હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch