Fri,20 September 2024,11:20 pm
Print
header

Sidhu Moosewala Murder: 17 મહિના પછી થયો સૌથી મોટો ખુલાસો, આ કારણે જ મૂસેવાલાની ગોળી મારીને કરી હતી હત્યા

ચંડીગઢઃ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસમાં 17 મહિના બાદ સૌથી મોટો ખુલાસો થયો છે. આ ખુલાસો ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભત્રીજા સચિન થપને કર્યો છે. સચિને મૂસેવાલાની હત્યાનું કારણ અને તારીખ નક્કી કરવાનો સમય પણ જાહેર કર્યો છે.

સચિનના જણાવ્યાં અનુસાર 2021માં કબડ્ડી કપને કારણે મૂસેવાલાની હત્યા કરવામાં આવી હતી, દરમિયાન લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બરાડ અને સિદ્ધુ મૂસેવાલા વચ્ચે ફોન પર લડાઈ થઈ હતી. આ પછી જ હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. સચિને કહ્યું કે તે આ દરમિયાન જેલમાં હતો પરંતુ તેને ખબર પડી ગઈ હતી કે મૂસેવાલાની હત્યા કરવામાં આવશે.

બંબીહા ગેંગે કબડ્ડી કપનું આયોજન કર્યું હતું

સચિનને ​​અઝરબૈજાનથી ભારત લાવ્યાં બાદ માનસા પોલીસ તેને પ્રોડક્શન વોરંટ પર લાવી હતી. સચિન થાપને જણાવ્યું કે તે ઓગસ્ટ 2021માં લોરેન્સ બિશ્નોઈ સાથે રાજસ્થાનની અજમેર જેલમાં બંધ હતો. દરમિયાન પંજાબમાં કબડ્ડી કપનું આયોજન થવાનું હતું. આ કબડ્ડી કપનું આયોજન બંબીહા ગેંગ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ બાબતે વિવાદ થયો હતો

લોરેન્સે ફોન પર મુસેવાલાને આ કપમાં ન જવા કહ્યું હતું. લોરેન્સના ઇનકાર છતાં સિદ્ધુ મૂસેવાલા ત્યાં ગયો. બાદમાં લોરેન્સે મુસેવાલાને ફોન પર પૂછ્યું કે તેના ના પાડવા છતાં તે ત્યાં કેમ ગયો. લોરેન્સે મૂસેવાલા સાથે દુર્વ્યવહાર કર્યો હતો, મૂસેવાલાએ પણ તે જ રીતે લોરેન્સને જવાબ આપ્યો હતો.

મૂસેવાલાની 2022માં હત્યા કરવામાં આવી હતી

નોંધનીય છે કે સિદ્ધુ મૂસેવાલાની 29 મે 2022ના રોજ માણસાના જવાહરકે ગામમાં અંધાધૂંધ ગોળીબાર કરીને હત્યા કરવામાં આવી હતી. બાદમાં લોરેન્સ અને ગોલ્ડી બરાડ ગેંગે હત્યાની જવાબદારી લીધી હતી. આ કેસમાં પોલીસે 30થી વધુ લોકો સામે ગુનો દાખલ કર્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch